- રાજકોટ Railway Stationના પટાંગણમાં એક યુવાનનો મૃતદેહ મળ્યો
- રેલ્વે તેમજ સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
- મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
રાજકોટ : જિલ્લામાં ગઇકાલે સવારના સમયે રાજકોટ Railway Station પર પટાંગણમાં લગાવવામાં આવેલ સાઈન બોર્ડમાં લટકતી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા રેલ્વે તેમજ સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકની મૃતદેહને સાઈન બોર્ડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
જેને લઇને રેલ્વે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને આ યુવકના મૃતદેહને બોર્ડ પરથી નીચે ઉતારવાની કામગીરી કરી હતી. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરંતુ યુવકે આત્મહત્યા કરી છે કે, તેની હત્યા કરાઇ છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાંં આવી છે.
CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરી
રેલ્વે પટાંગણમાં આવેલા સાઈન બોર્ડ ઉપરથી મળી આવેલા યુવકનો મૃતદેહને લઈને પોલીસ પણ એલર્ટ થઈ હતી. આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ યુવક અહીં કેવી રીતે પહોંચ્યો તેને લઈને પોલીસ દ્વારા Railway Stationમાં લગાવવામાં આવેલા CCTVનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એ પણ શંકા જઇ રહી છે કે, યુવકે આત્મહત્યા કરી હોય.
આ પણ વાંચો -
- ઉત્તર પ્રદેશ: ગાઝિયાબાદમાં મહિલાની આત્મહત્યાનો વિડિયો વાયરલ
- Mass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
- આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો
- પેટલાદના યુવકે પત્નીના વિરહમાં ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠીમાં કર્યો ખુલાસો
- કચ્છમાં ટ્રેન નીચે પડતું મૂકીને યુવાનની વિચિત્ર પ્રકારે આત્મહત્યા
- Suicide: ખંભાલીડામાં ખુલ્લા કૂવામાં માતાએ ત્રણ બાળકો સાથે ઝપલાવ્યું
- સુરતની એક નર્સે ચોકબજાર સ્થિત હોપપુલ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ