રાજકોટ : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા COVID-19 (કોરોના વાયરસ)ને લઈને સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વખતો વખત વિવિધ માર્ગદર્શિકાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. કોરોના વાયરસ (COVID 19) થી સંક્રમિત થયેલ લોકોને સરકારી કોરોન્ટાઈન સેન્ટર ખાતે કોરોન્ટાઇન કરી, કોરોના વાયરસની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયતનાં નિયંત્રણની કામગીરી હાથ ધરી શકાય તે હેતુસર ગોંડલ તથા ધોરાજી સબ ડિવિઝનનાં ગોડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણા તાલુકા તથા રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી તાલુકાનાં કોરોના પોઝિટિવ દર્દીના નજીકના કોન્ટેક્ટમાં આવેલ તમામ લોકોને સૂરજ મુછાળા પોલિટેકનીક કોલેજ રાજકોટ-જેતપુર નેશનલ હાઈ–વે, ખાતે સરકારી કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
કોવીડ કેર સેન્ટર ખાતે (38 પુરૂષ, 10 સ્ત્રી તથા 6 બાળકો મળી ) કુલ : 54 વ્યકિતઓને સૂરજ મુછાળા પોલિટેકનિક કોલેજ, ખાતેના સરકારી કોરોન્ટાઈન સેન્ટર ખાતે કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.