ETV Bharat / state

Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ

રાજકોટની જસાણી સ્કૂલમાં થયેલું બાળકીના મોત બાદ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. ધોરણ આઠની વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપાડયા બાદ તેણીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તરુણીને સારવાર અર્થે રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

SUDDEN DEATH OF GIRL STUDENT IN RAJKOT JASANI SCHOOL RAJKOT DEO SEEKS REPORT

author img

By

Published : Jan 18, 2023, 5:31 PM IST

સ્કૂલનું જ સ્વેટર પહેરીને આવવા દબાણ ન કરો

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે ગોંડલ રોડ ઉપર આવેલી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિરમાં અભ્યાસ પરથી ધોરણ 8ની વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસ દરમિયાન મોત થયાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. એવામાં આ વિદ્યાર્થીનીના માતા અને સ્વજનો દ્વારા શાળા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વહેલા બોલાવવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ શાળામાં ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરીને આવવાનું વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે. જ્યારે આ પ્રકારના આક્ષેપ થતા શાળા તંત્ર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સ્કૂલનું જ સ્વેટર પહેરીને આવવા દબાણ ન કરો: ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થીનું મોત થયા બાદ તેની માતા જાનકી સાગરે શાળા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આવી કરતી ઠંડીમાં શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓને શાળાનું જ સ્વેટર પહેરવા માટે દબાણ ન કરવું જોઈએ કારણ કે આ સ્વેટરમાં નાના બાળકોને ખૂબ જ ઠંડી લાગતી હોય છે. જેના કારણે તેને ઠંડીથી બચવા માટે કપડાં પહેરવાની છુટ પણ આપવી જોઈએ. મારી બાળકીનું માત્ર 10 જ મિનિટમાં મોત થયું છે. જ્યારે તેને હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું છે. જેના કારણે હું વિનંતી કરું છું કે શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે મારી બાળકીને કોઈપણ બીમારી હતી નહીં છતાં પણ તે મોતને ભેટી છે.

બાળકીનું ઠંડીના કારણે મોત થયું: બાળકીના મોટા પપ્પા

બાળકીનું ઠંડીના કારણે મોત થયું: જ્યારે 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું મોત થયા બાદ તેના સ્વજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું છે. આ અંગે ETV ભારત સાથેની વાતચીતમાં આ વિદ્યાર્થીનીના મોટા પપ્પા એવા ચેતન સાગરે જણાવ્યું હતું કે સવારે પોણા સાત વાગ્યે આ વિદ્યાર્થીની શાળાએ ગઈ હતી અને પ્રાર્થના પત્યા બાદ તે પોતાની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન તે અચાનક જમીન ઉપર પડી ગઈ. ત્યારબાદ તેની સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેનું ECG કર્યું અને તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીનીના પરીજનો લોકોને અપીલ કરી રહ્યા છે કે હાલ આ કાતિલ ઠંડીમાં પોતાના બાળકોનું ધ્યાન રાખે સાથે જ શાળા સંચાલકોને પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે શાળાનો સમય છે તે થોડો મોડો કરવામાં આવે જેના કારણે નાના બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ લોક દરબારમાં મહિલાની ફરિયાદ ન લેતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ

વિદ્યાર્થીનીનું ઠંડીના કારણે મોત નથી થયું: જ્યારે શાળામાં ધોરણ 8ની બાળકીના મોત થયા મામલે અમૃતલાલ વીરચંદ જસાણી શાળાના આચાર્યોએ અસ્મિતા દેસાઈએ જણાવ્યું હતું કે ઠંડી લાગવાના કારણે બાળકીનું મોત નથી થયું. જ્યારે આ ઘટનામાં જેવી જ આ બાળકી પડી ગઈ હતી તેવી અમે 108 અને તેના માતા-પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ આ બાળકીને તેના માતા પિતા સાથે જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અમે શાળા તરફથી જે પણ મેડિકલ ટ્રીટમેન્ટની જે પણ જરૂર હતી તે તમામ ટ્રીટમેન્ટ આ બાળકીને આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બાળકીના મોત બાદ શાળાનો સમયમાં અડધી કલાકનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ શાળાનો સમય 7:30 વાગ્યાનો હતો પરંતુ વિદ્યાર્થીનીના મોત બાદ આ શાળાનો સમય 8:00 વાગ્યાનો કરવામાં આવ્યો છે જોકે આ બાળકીનું કયા કારણોસર મોત થયું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો Sabarkantha SP in Lokdarbar : વ્યાજખોરોના આતંકથી ડરતા લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો

શાળાઓ 1 કલાક મોડી શરૂ કરવા સૂચના: જ્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ જણાવ્યું હતું કે આ પ્રકારના વાતાવરણના કારણે જિલ્લા કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ જે તે શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવા તેમજ રજા રાખવા માટેની છૂટ તંત્ર દ્વારા આપવામાં આવી છે. જ્યારે ઠંડીનું બીજું મોજું આવ્યું ત્યારે ફરજિયાત રાજકોટ જિલ્લામાં તમામ શાળાઓને એક કલાક મોડું શિક્ષણ કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જો બાળકીની માતાએ જે પ્રકારે શાળા ઉપર આક્ષેપ કર્યા હતા કે શાળામાં ફરજિયાત સ્કૂલનું સ્વેટર ફેરવવાની છૂટ આપવામાં આવે છે. જેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળામાં સ્કૂલનું સ્વેટર પહેરવું તે શાળાના યુનિફોર્મના નિયમમાં આવે છે પરંતુ બાળકને વધુ ઠંડી લાગતી હોય તો તે મફલર,ટોપી સહિતના ઠંડીના વધારાના કપડા પહેરી શકે છે. તેમજ ઠંડીના વધારાના કપડા નહીં પહેરવાનો કોઇ પણ પ્રકારનો નિયમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.