ETV Bharat / state

ઉપલેટામાં રિવર્સ લેતા વખતે STનો અકસ્માત, કંડક્ટરની બેદરકારીના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધરતાલ - રાજકોટમાં એસટી બસના પ્રવાસીઓની મુશ્કેલી

રાજકોટના ઉપલેટામાં સવાર સવારમાં ST બસને અકસ્માત નડતાં (ST Bus accident at Khakhi jalia) પ્રવાસીઓનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. અહીં બસનો ડ્રાઈવર બસને રિવર્સ લઈ રહ્યો હતો તે સમયે પૂલની દિવાલ તૂટી પડતાં બસ પૂલ પર લટકી ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી.

ઉપલેટામાં રિવર્સ લેતા વખતે STનો અકસ્માત, કંડક્ટરની બેદરકારીના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધરતાલ

author img

By

Published : Dec 26, 2022, 10:56 AM IST

વહેલી સવાર થઈ ઘટના

રાજકોટ સલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે ચાલતી ST બસને રાજકોટના ઉપલેટામાં સવારે જ અકસ્માત (ST Bus accident at Khakhi jalia) નડ્યો હતો. તેના કારણે પ્રવાસીઓના જીવ જોખમમાં (ST bus tourist problem in Rajkot) મુકાઈ ગયા હતા. અહીં એક પૂલ પર ST બસના ડ્રાઈવરે બસ રિવર્સ લેતી વખતે દિવાલ તોડી નાખી હતી. ત્યારબાદ આ બસ પૂલ પર લટકી જતાં બસ નીચે પડતાં પડતાં રહી ગઈ હતી. એટલે બસમાં બેઠેલા પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મુકી હતી.

વહેલી સવાર થઈ ઘટના ઉપલેટામાં વહેલી સવારે ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ તેમ જ અન્ય પ્રવાસીઓને (ST bus tourist problem in Rajkot) લઈને ST બસ ઉપલેટા તરફ આવી રહી હતી, તે દરમિયાન સવારે સાત વાગ્યાની આસપાસ બસ ઉપલેટા ખાતે આવી પહોંચતા ખાખી જાળીયા રોડ (Khakhi jalia road rajkot) પરના પુલ પર આવી પહોંચી હતી ત્યારે સામેથી ટ્રક આવ્યો હતો જે બાદ બંને વાહનો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ હોવાને લઈને ST બસના ડ્રાઈવરે બસને રિવર્સ લીધી હતી. તે દરમિયાન કંડક્ટરે ધ્યાન ન દેતા આ બસે પૂલ પરની દિવાલ તોડી નાખી હતી. ત્યારબાદ બસ પૂલ પરથી નીચે ખાબકતા બચી ગઈ હતી. જેમાં ડ્રાઈવરે અને કંડક્ટરે જોયા વગર બસને રિવર્સ જવા દીધી હોવાનું બસમાં સવાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

જર્જરિત પૂલ પર બની ઘટના ખાખી જાળીયા રોડ (Khakhi jalia road rajkot)પર આવેલા આ જ પૂલ પર પુલની દિવાલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. અહીં અગાઉ પણ અનેક અકસ્માત (ST Bus accident at Khakhi jalia) થયા છે. તેને લઈને અનેક ફરિયાદો તેમ જ રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ જવાબદાર તંત્ર જાણે આ પ્રકારના બનતા અકસ્માત (ST Bus accident at Khakhi jalia) અને કોઈ મોટી દુર્ઘટના બને કે કોઈનું મોત થાય અને ઉચ્ચ લેવલથી સૂચના આપવામાં આવે ત્યારે કાર્યવાહી અથવા તો રીપેરીંગ કામ કરી મરામત કરશે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટના અને અગાઉ બનેલી ઘટના પૂલની આવી સ્થિતિના કારણે બનતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. બીજી તરફ તંત્ર અહીંયા મોટી દુર્ઘટના બને તેની રાહ જોતું હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે.

વહેલી તકે સમારકામ થાય તેવી માગ આ બાબતે ગઢાળા ગામના માજી સરપંચ નારણ આહિરે જણાવ્યું હતું કે, જવાબદાર તંત્રએ આ પ્રકારની ઘટના કે મોટી દુર્ઘટના બને તે પહેલા આવા જર્જરિત પુલો કે દીવાલોને તાત્કાલિક અસરથી રિપેર કરવા જોઈએ, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે તંત્ર પોતાની જવાબદારી સમજે તેવું પણ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.