રાજકોટ: આખું વર્ષ દિવસ રાત ઉજાગરા કરી વાંચન કરીને વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરતા હોય તે SSC બોર્ડની પરીક્ષાના પેપરો આજે જેતપુર વીરપુર નેશનલ હાઈ-વે પર રસ્તે રઝળતા મળી આવ્યા હતા. જેમાં વીરપુરના શિક્ષક દ્વારા વાત કરતા જણાવેલ કે, બોર્ડ દ્વારા ચાલુ વર્ષે વિરપુરની પેપર ચેકિંગનું મધ્યસ્થ કેન્દ્ર ફાળવ્યું છે. જેથી આજે સવારે SSG બોર્ડના પેપરો ચકાસણી માટે આવવાના હતા.
આ પેપરો જોતા તેની સીરીઝ A1 છે. આ મહેસાણા જિલ્લાના પેપરો હોવાનું સામે આવ્યું છે. પેપરો રસ્તે રઝળતા કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવી રીતે ચેડા થતા હોવાનું નજરે પડ્યું છે.