ગોંડલમાં નાઇકી કંપનીના ડુપ્લીકેટ શુઝનું ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સ ઝડપાયો - Superintendent of Police
ગોંડલમાં નાઇકી કંપનીના ડુપ્લીકેટ શુઝ તથા ચપ્પલોનુ ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સ રૂપિયા 3,20,000/- મુદ્દમાલ સાથે ઝડપાયો.
રાજકોટઃ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચનાના આધારેે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ તથા PSI, HD હિંગરોજા, એસ.ઓ.જી.સ્ટાફ ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા તે દરમિયાન અમદાવાદ પારેખ ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વીસીસ નામની કંપનીના પ્રોપરાઇટર દર્શકભાઈ નીતીનભાઇ પારેખ દ્વારા અરજી કરવામાં આવી હતી.
ગોંડલ નયનજ્યોત ચેમ્બર્સમાં આવેલા સીટી વોક નામની દુકાનના માલિક પોતે નાઇકી કંપનીના બ્રાન્ડેડ શુઝ તથા ચપ્પલોનો ડુપ્લીકેટ માલ પોતાની દુકાને રાખી અને ગેરકાયદેસર વેચાણ કરાતું હતું. જે આધારે ઉપરોક્ત જગ્યા રેઇડ કરી મુદ્દામાલ કબ્જે લઇ દુકાન માલીક મુસ્તાક વહાબભાઇ ખાનુ જાતે મેમણ સામે કોપી રાઇટ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને નાઇકી કંપનીના માર્કવાળા ડુપ્લીકેટ શુઝ જોડી નંગ-100, ચપ્પલ જોડી નંગ-20 કુલ કિંમત રૂપિયા 3,20,000 કબ્જે કર્યા હતા.