ETV Bharat / state

રાજકોટમાં 10 વર્ષ બંધ મકાનમાંથી મળી આવેલ ભાઈ બહેને નવા વર્ષેથી ફરી જીવનની કરી શરુઆત - special story

રાજકોટમાં કિસાનપરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનોને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ આજે તેમને તેમના સ્વજનોના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ સામાજિક સંસ્થા દ્વારા આ ત્રણેય ભાઈ બહેનોને તેઓ 10 વર્ષ પહેલા કેવું જીવન જીવતા હતા તે તમામ બાબતો યાદ કરાવવામાં આવી રહી છે. ડોક્ટર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ત્રણેય ભાઈ બહેન પણ ધીમે ધીમે સામાન્ય જીવન જીવવાની કોશિશ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાજકોટમાં 10 વર્ષ બંધ મકાનમાંથી મળી આવેલ ભાઈ બહેને નવા વર્ષેથી ફરી જીવનની કરી શરુઆત

author img

By

Published : Jan 3, 2021, 12:51 PM IST

  • 10 વર્ષથી ઘરમાં બંધ રહીને અઘોરી જેવી જિંદગી જીવતા ત્રણ ભાઈ બહેનો
  • હાલ પરિસ્થિતિ સુધરી હોવાનું જણાઇ આવ્યું
  • હાલ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે
  • તે તમામને ઓળખે તેમજ જૂની વાતો યાદ આવે તેવો પ્રયાસ

રાજકોટઃ શહેરના કિસાનપરા ચોક નજીક આવેલ છેલ્લા 10 વર્ષથી બંધ મકાનમાં રહેતા બે ભાઈ અને એક બહેનને સેવા સાથી ગ્રૂપ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ અઘોરી હાલતમાં જીવન જીવતા હોવાની ઘટનાએ ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. જ્યારે આ આખા મામલે હવે સાથી સેવા ગ્રૂપ જ આ ભાઈ બહેનની પડખે ઉભું છે અને તેમની સારવાર કરાવીને તેઓ ધીમે ધીમે સામાન્ય જીવ જીવે તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેને લઈને 2021ના નવા વર્ષની શરૂઆતમાં આ ભાઈ અને બહેન દ્વારા સાથી સેવા ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતી સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા.

અઘોરી જેવું જીવન છોડીને સામાજિક સેવામાં જોડાયા

10 વર્ષથી એક જ મકાનમાં બંધ બે ભાઈ અને બહેન અઘોરી જેવું જીવન જીવતા હતા. પરતું સાથી સેવા ગ્રૂપ દ્વારા આ ભાઈ બહેનોને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, ભાવેશ મહેતા અને બહેન મેઘનાને ધીમે ધીમે તેઓ ફરી સામાજિક જીવનમાં આવે તે માટે સાથી સેવા ગ્રૂપ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ તેમને ગ્રૂપ દ્વારા ચલાવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે. જેમાં મેઘના અન્ન ક્ષેત્રના કામમાં જોડાઈ છે. જ્યારે ભાવેશ સંસ્થા માટે દાન એકઠું કરવામાં લાગ્યો હતો.

અંબરીશના પગ હજુ ખુલતા નહિ હોવાનું આવ્યું સામે

ત્રણ ભાઈ બહેનમાં ભાવેશ અને મેઘનાને સાથી સેવા ગ્રૂપ દ્વારા સંસ્થાના સામાજિક કામમાં જોડવામાં આવ્યા છે. તેમજ બન્ને ભાઈ બહેન હવે સામાન્ય લોકોની વચ્ચે રહેવા લાગ્યા છે અને વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે સૌથી મોટા ભાઈ અંબરીશના લાંબા સમયથી પગ વળેલા હોવાથી ખુલતા નથી. જેને લઈને તે હજુ પણ આરામ કરી રહ્યા છે. હાલ ત્રણેય ભાઈ બહેનને તેમના ફોઈના ઘરે રાખવામાં આવ્યા છે. તેમજ અહીં જ તેમની મેડિકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. જ્યારે સેવા સાથી ગ્રૂપ દ્વારા પણ દરરોજ તેમની મુલાકાત લેવામાં આવી આવી રહી છે.

ત્રણેય ભાઈ બહેનમાં હાલ ઘણો સુધારો જોવા મળ્યો

સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સાથે આ અંગે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, આ ત્રણેય ભાઈ બહેન અમને ગત 27 ડિસેમ્બરના રોજ ખૂબ ગંભીર અવસ્થામાં મળી આવ્યા હતા. પરંતુ હાલ અમે તેમની કાળજી લઈને તેમને તેમના ફોઈના ઘરે રાખ્યા છે. જ્યાં તેમની સારવાર પણ અમે શરૂ કરવી છે. જ્યારે આ ત્રણેય ભાઈ બહેન મળ્યા હતા તેના કરતાં હાલ પરિસ્થિતિ સુધરી હોવાનું જણાઇ આવે છે. અમે પણ તેમને જૂની વસ્તુઓ યાદ કરવાનો પ્રયાસ કરવી રહ્યા છે.

ત્રણેય ભાઈ બહેન ખૂબ શિક્ષિત હોવાનું આવ્યું સામે

આ ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે. ત્રણેય ભાઈ બહેનો ભણેલા હોવા છતાં આ પ્રકારની પરિસ્થિતિમાં મળી આવ્યા હોવાના કારણે ચકચાર મચી જવા પામી હતી.

તેમની સાથે શુ બનાવ બન્યો તે કહેવામાં હજુ સક્ષમ નહિ

આ ત્રણેય ભાઈ બહેન ભણેલા હોવા છતાં પણ આવી ગંભીર પરિસ્થિતિમાં મળી આવ્યા હતા. જેને લઈને હાલ તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ ત્રણેય ભાઈ બહેન સાથે અગાઉ શુ બન્યું હતું અને તેઓ આવી પરિસ્થિતિમાં કેમ આવ્યા તે જણાવવામાં સક્ષમ નથી. જ્યારે ડોક્ટર દ્વારા પણ તેમની સાથે ક્યાં પ્રકારના બનાવ ભૂતકાળમાં બન્યા હતા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા શરૂ

આ ત્રણેયભાઈ બહેનોની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે ભાવેશ મહેતાની મેમરી રિકોલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તેને અગાઉ ક્રિકેટનો શોખ હતો તેને લઈને તેને ક્રિકેટ રમાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ તે ક્યાં ક્યાં વિસ્તારમાં અગાઉ બેસતો તેના મિત્ર કોણ કોણ હતા. તે તમામને ઓળખે તેમજ જૂની વાતો યાદ આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.