ETV Bharat / state

Saurashtra University: રાષ્ટ્રીય શાળામાં આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજનું જોડાણ રદ્દ - Saurashtra University colleges in Rajkot

શહેરના રાષ્ટ્રીય શાળા ખાતે આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ઓફ કોલેજનું જોડાણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષ કરતા પણ વધુ સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. તેમજ તેના ઉપરના ભાગે તાડપત્રી રાખવામાં આવી છે. આ સાથે જ આ કોલેજમાં માત્ર એકાદ બે જ અધ્યાપક હતા. કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં બે માળનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. એક જ માળમાં કોલેજ ચાલતી હતી. આ પ્રકારની અનેક ફરિયાદો યુનિવર્સિટીને મળી હતી. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજનું જોડાણ રદ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં આખરે નળિયા વાળી કોલેજને બંધ કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

author img

By

Published : Apr 27, 2023, 10:45 AM IST

રાજકોટમાં આખરે નળિયા વાળી કોલેજને બંધ કરવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

રાજકોટ: વિદ્યા લેવા માટે કોઈ જગ્યા મુલતવી ના હોઇ શકે, એક સમય હતો. જ્યારે ઝાડ નીચે ગુરુ શિષ્યોને જ્ઞાન આપતા હતા. ખુલ્લા વાતાવરણમાં શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસુ, દરેક સમયમાં બાળકોને જ્ઞાન પીરસવામાં આવતું હતું. પણ કેવો સમય આવી ગયો છે કે, જે શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે. તેને લઇને એજ્યુકેશન ક્ષેત્રે પણ કૌભાંડ કરવામાં આવે છે. અહીંયા શાળાની દિવાલ હતી પણ દાનત ન હતી. એવો ઘાટ જોવા મળ્યો છે. રાજકોટ શહેરની રાષ્ટ્રીય શાળા ખાતે આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજનું જોડાણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અનેક ફરિયાદો યુનિવર્સિટીએ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના રાષ્ટ્રીય શાળા ખાતે આવેલી 22 વર્ષ જૂની નેશનલ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ઓફ કોલેજનું જોડાણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ કોલેજ છેલ્લા 20 વર્ષ કરતા પણ વધુ સમયથી ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. તેના ઉપરના ભાગે તાડપત્રી રાખવામાં આવી છે. આ સાથે જ આ કોલેજમાં માત્ર એકાદ બે જ અધ્યાપક હતા. કોલેજ દ્વારા યુનિવર્સિટીએ બે માળનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. એક જ માળમાં કોલેજ ચાલતી હતી. આ પ્રકારની અનેક ફરિયાદો યુનિવર્સિટીને મળી હતી. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજનું જોડાણ રદ્દ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજની હાલત જોઈને પણ અનેક સવાલો યુનિવર્સિટી પર પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો Rajkot News : મનપાના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરવાનો લેટર મામલે રાજકારણ ગરમાયું

2 માળનું મકાન દર્શાવાયું: જ્યારે આ મામલે કોંગ્રેસના નેતા નિદત બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ કોલેજના જોડાણની સાથે આ કોલેજનો પણ એક મુદ્દો હતો. જેમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, જે કોલેજ રાષ્ટ્રીય શાળામાં ચાલી રહી છે. અભિનવ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય શાળામાં આ ખાનગી કોલેજ ચલાવવામાં આવી છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 20 વર્ષથી મંજૂરી આપવામાં આવી હતી.

આવા મુદ્દા પણ હતાઃ જ્યારે આ કોલેજની મંજૂર થઈ તે સમયે ત્રણ વર્ષમાં નવા મકાનમાં શિફ્ટ થવાની શરત મૂકાઈ હતી. પરંતુ હાલમાં આ કૉલેજો અંગેની જે વસ્તુઓ સામે આવી તેમાં ઘણા બધા મુદ્દા હતા. જેમાં છેલ્લા 20 વર્ષમાં ક્યારેય કોઈ પ્રિન્સિપાલની નિમણૂંક કરવામાં નથી આવી. આ સાથે અધ્યાપકોના પણ અનેક પ્રશ્નો હતા. આવા ઘણા મુદ્દાઓને કારણે આખરે રદ્દ કરવા સુધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Rajkot News : રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસે વિપક્ષ નેતાની ઓફિસ ખાલી કરી અને કારની ચાવી જમા કરાવી, શું છે મામલો જૂઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે છેતરપિંડી: કોંગ્રેસ નેતા અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય નિદત બારોટ ઉમેર્યું હતું કે, જે કોલેજમાં પ્રાધ્યાપક હતા. તેઓ પણ અન્ય સ્થળે કાર્યરત હતા. આ કોલેજ પાસે સ્થાનિક કોઈપણ પ્રકારના દસ્તાવેજ પણ ન હતા. એવામાં આ કૉલેજની મંજૂરી સમયે જે ફાઇલ રજૂ કરવામાં આવી હતી. તેમાં બે માળનું મકાન દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે હાલમાં આ કોલેજ પતરાવાળી અને નળિયા વાળી તેમજ એક માળની હતી.

છેત્તરપિંડીનો આક્ષેપઃ આ કૉલેજને લઈને સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે આ કોલેજના સત્તાધીશો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમી કાઉન્સિલની બેઠકમાં આ કોલેજને બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી આ કોલેજ નળિયાવાળા મકાનમાં ચાલી રહી હતી. જે વાત સામે આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.