- ગોંડલના સંત પૂજ્ય હરિચરણદાસ મહારાજની તબિયત નાદુરસ્ત
- કોરોનાની માઈનોર અસર સાથે ડેન્ગ્યુ થતા સારવાર હેઠળ
- RTPCR લેબોરેટરી ટેસ્ટ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો
ગોંડલ: સદગુરુ રણછોડદાસજી આશ્રમ રામજી મંદિર ગોંડલ ખાતે બિરાજમાન પૂજ્ય હરિચરણદાસજી મહારાજની તબિયત નાંદુરસ્ત થતા હોસ્પિટલના તબીબ ડોકટર વિદ્યુત ભટ્ટ દ્વારા સારવાર શરૂ કરાઈ હતી.
પૂજ્ય હરિચરણદાસ મહારાજની તબિયત નાદુરસ્ત
સદગુરુ રણછોડદાસજી આશ્રમ રામજી મંદિર ગોંડલ ખાતે બિરાજમાન પૂજ્ય હરિચરણદાસજી મહારાજની તબિયત નાદુરસ્ત બનતા હોસ્પિટલના તબીબ ડોકટર વિદ્યુત ભટ્ટ દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. પૂજ્ય બાપુના સીટી સ્કેન રિપોર્ટમાં કોરોનાની માઇનોર અસર જણાતાં અમદાવાદ ખાતે કોરોનાનો RTPCR લેબોરેટરી ટેસ્ટ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથોસાથ ડેન્ગ્યુની થોડી અસર પણ જણાઈ હતી. તબીબો દ્વારા કોરોના તથાં ડેન્ગ્યુની સારવાર શરું કરવામાં આવી છે. બાપુને ઓકસીજન લેવલ ઓછું જણાતાં હાલ ઓક્સિજન આપવામાં આવી રહયું છે. પૂજ્ય હરીચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત હોવાની જાણ વાયુવેગે ભક્ત સમુદાયમાં પ્રસરી જતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાપુનાં સ્વાસ્થ્ય માટે ઠેરઠેર પ્રાર્થના થઇ રહી છે.