- રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ
- રામમંદિરના નિર્માણ માટે દેશના ગામડે ગામડેથી દાન એકઠું કરાશે
- કામગીરીમાં 18 જિલ્લાના 40 લાખ કાર્યકર્તાઓ જોડાશે
રાજકોટઃ રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવકતા દેવજી રાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિર અંગેની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રામ મંદિરના નિર્માણ માટે દેશના અંદાજીત 5 લાખથી વધુ નાના મોટા ગામોનો પ્રવાસ કરવામાં આવશે અને તે દરમિયાન દાનમાં મળેલી રકમ રામ મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી અભિયાન ચલાવાશે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિસંગ્રહ સમિતિની સ્થાપના કરવામાં આવી છે. જે સમિતિ દ્વારા દેશના અંદાજીત 5 લાખથી વધુ ગામોમાં જઈને 65 કરોડ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવશે. આગામી 15 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વથી 27 ફેબ્રુઆરી માઘપૂર્ણિમા સુધી અભિયાન ચલાવવામાં આવશે. જેમાં તમામ નાની મોટી સંસ્થાઓ જોડાશે.
કામગીરીમાં 18 જિલ્લાના 40 લાખ કાર્યકર્તાઓ જોડાશે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ખાસ સૌરાષ્ટ્ર પ્રાંત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે આ અભિયાનમા તમામ ધાર્મિક સંસ્થાઓ, મઢ, મંદિરો, RSS તથા વિચાર ક્ષેત્રની તમામ સંસ્થાઓને સાથે રાખવામાં આવશે અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના 18 જિલ્લાના 6 હજાર ગામડાઓમાં 40 લાખ કાર્યકરો રામ મંદિરના નિધિ સંગ્રહ અભિયાનમાં જોડવામાં આવશે.
રાજકોટમાં RSSની યોજાઈ પત્રકાર પરિષદ, રામમંદિરના નિર્માણ માટે દેશના ગામડે ગામડેથી દાન એકઠું કરાશે - રામમંદિર નિર્માણ
રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવકતા દેવજી રાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિર અંગેની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રામ મંદિરના નિર્માણ માટે દેશના અંદાજીત 5 લાખથી વધુ નાના મોટા ગામોનો પ્રવાસ કરવામાં આવશે અને તે દરમિયાન દાનમાં મળેલી રકમ રામ મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
rSS