ETV Bharat / state

જલારામધામ વીરપુરમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતા જોવા મળી - Rajkot

રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ જોવા મળ્યું છે. રિક્ષા ચલાવનાર કિશોરભાઈ ડાભીએ પોતાની રિક્ષામાં બેગ ભૂલી ગયેલા યાત્રાળુને તેમનું બેગ પરત સોપ્યું હતું.

Rajkot
સ્પોટ ફોટો
author img

By

Published : Nov 26, 2019, 11:33 PM IST

માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના લોહાણા સમાજના અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે વીરપુર જલારામબાપાની માનતા ઉતારવા માટે વીરપુર ગયા હતા. દર્શન કરી તેઓએ વીરપુર રેલવે સ્ટેશન જવા કિશોરભાઈ ડાભીની રીક્ષા ભાડે કરી હતી. જેમા પોતાનાં માલ-સમાનના બેગ-થેલાઓ સાથે લાખાણી પરિવાર રેલવે સ્ટેશન ગયાં હતા. રેલવે સ્ટેશન પહોંચી ગયા બાદ તેમને યાદ આવ્યું કે તેમનું એક બેગ રિક્ષામાં ભુલાઈ ગયું, જેમાં મહત્વની વસ્તુઓ હતી.

પરંતુ રિક્ષા ચલાવનાર કિશોર ભાઈએ તેમના સાથીદાર રિક્ષાવાળાને આ વાત કહી તેમના દ્વારા અભિષેકભાઈનો સંપર્ક કરી તેમની બેગ સહી સલામત તેમને પહોંચાડી હતી.

માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના લોહાણા સમાજના અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે વીરપુર જલારામબાપાની માનતા ઉતારવા માટે વીરપુર ગયા હતા. દર્શન કરી તેઓએ વીરપુર રેલવે સ્ટેશન જવા કિશોરભાઈ ડાભીની રીક્ષા ભાડે કરી હતી. જેમા પોતાનાં માલ-સમાનના બેગ-થેલાઓ સાથે લાખાણી પરિવાર રેલવે સ્ટેશન ગયાં હતા. રેલવે સ્ટેશન પહોંચી ગયા બાદ તેમને યાદ આવ્યું કે તેમનું એક બેગ રિક્ષામાં ભુલાઈ ગયું, જેમાં મહત્વની વસ્તુઓ હતી.

પરંતુ રિક્ષા ચલાવનાર કિશોર ભાઈએ તેમના સાથીદાર રિક્ષાવાળાને આ વાત કહી તેમના દ્વારા અભિષેકભાઈનો સંપર્ક કરી તેમની બેગ સહી સલામત તેમને પહોંચાડી હતી.

Intro:રાજકોટ :- વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતા.

સેવાનો સૂરજ જ્યાં હમેશાં તપતો રહે છે તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતાનું ઊતમ ઉદાહરણ જોવા મળ્યું વીરપુરના જલારામ નગર વિસ્તારમાં રહેતા કોળી કિશોરભાઈ ડાભી વર્ષોથી રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામબાપાના મંદિરથી લઈને બસ સ્ટેન્ડ,રેલ્વે સ્ટેશન તેમજ ખોડલધામ તથા નજીકના ફરવાલાયક સ્થળે વીરપુર દર્શને આવતા યાત્રાળુઓને ફરવા માટે રીક્ષામાં લઇ જવા કે મુકવા માટે રિક્ષાના ફેરાઓ કરતા હોય છે ત્યારે ગઈ કાલે માળીયા હાટીના તાલુકાના ગડુ ગામના લોહાણા સમાજના અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે વીરપુર જલારામબાપાની માનતા ઉતારવા માટે વીરપુર આવ્યા હતા પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અભિષેકભાઈ લાખાણી પોતાના પરિવાર સાથે વીરપુર પૂજ્ય બાપાની ધર્મશાળામાં રાત રોકાયા હતા,એક રાત રોકાઈને લાખાણી પરિવાર પોતાના ગામ ગડુ પરત જવા માટે વીરપુર રેલવે સ્ટેશન જવા કિશોરભાઈ ડાભીની રીક્ષા ભાડે કરી હતી જેમા પોતાના માલ-સમાનના બેગ-થેલાઓ સાથે લાખાણી પરિવાર રેલવે સ્ટેશન જવા નીકળ્યો, રેલવે સ્ટેશને ઉતરી અભિષેકભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે ટ્રેઈનમાં બેસી ગડુ જવા રવાના થઈ ગયા પરંતુ અભિષેકભાઈ લાખાણીની એક બેગ કે જેમાં કિંમતી વસ્તુઓ,ડોક્યુમેન્ટ,પૈસા,એટીએમ કાર્ડ,વિઝા કાર્ડ વગેરે જરૂરી ડોક્યુમેન્ટ સાથેની એક બેગ કિશોરભાઈ ડાભીની રિક્ષામાં જ ભુલથી રહી ગઈ જ્યારે કિશોરભાઈ ડાભીની નજર પોતાની રિક્ષામાં તે બેગ પર પડતા તેમાં જોયું તો અભિષેકભાઈના કિંમતી ડોક્યુમેન્ટ અને પૈસા હતા પણ કિશોરભાઈ ડાભી રિક્ષા માંથી બેગ લઈને રેલવે સ્ટેશનમાં જાય ત્યાંતો રેલ્વે સ્ટેશન માંથી ટ્રેઈન નીકળી ગઈ હતી અને અભિષેકભાઈ લાખાણી પણ પોતાના પરિવાર સાથે ટ્રેઈનમાં નીકળી ગયા હતા અને પોતાના ગામ ગડુ પહોંચીને બધી બેગ તપાસતા કિંમતી ડોક્યુમેન્ટ સાથેની બેગ નજરે ન આવતા તેમને તે બેગ વીરપુર માજ ભુલી ગયા હોય તે યાદ આવ્યું હતું અને લાખાણી પરિવાર ચિંતામાં મુકાયો હતો ત્યાં રીક્ષા ચાલક કિશોરભાઈ ડાભીએ તેમના સાથી રીક્ષા ચાલક ભાનુભા આહીરને મળતા તેમને અભિષેકભાઈ લાખાણીનો સમ્પર્ક કરી તમારી બેગ સહી સલામત છે તેવું જણાવતા લાખાણી પરિવાર ચિંતા મુક્ત થઈ સોમવારના સવારે અભિષેકભાઈ પાછા વીરપુર આવી રીક્ષા ચાલક કિશોરભાઈ ડાભીનો સમ્પર્ક કરતા કિશોરભાઈ ડાભીએ પોતાના ઘેર "અતિથિ દેવો ભવ:" ના સૂત્ર સાથે વીરપુર પોતાની બેગ લેવા આવેલા અભિષેકભાઈને ચા-પાણી પીવડાવી અભિષેકભાઈની કિંમતી ડોક્યુમેન્ટ, પૈસા સાથેની બેગ સહી સલામત પરત આપતા અભિષેકભાઈ લાખાણીએ રીક્ષા ચાલક કિશોરભાઈનો અને ભાણુભા આહીર તેમજ જલારાબાપાનો આભાર માન્યો હતો. આવી રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામના રીક્ષા ચાલક કિશોરભાઈ ડાભી અને ભાણુભા આહીરે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.