- રાજકોટમાં રિક્ષાચાલકને ઢોર માર મારવાની ઘટના
- પોલીસ કમિશનર કચેરી નજીક ધટના બની, છતાં કોઈ કાર્યવાહી નહી
- ટ્રાફિક વોર્ડની ઉપસ્થિતમાં કારચાલકની દાદાગીરી
રાજકોટઃ રાજકોટ(Rajkot)માં સામાન્ય અકસ્માતમાં એક રિક્ષાચાલકને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. શહેરના જિલ્લા પંચાયત ચોક નજીક આ ઘટના સર્જાઈ હતી. જેમાં એક કારચાલકે(driver) રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. જોકે ઘટના સમયે ટ્રાફિક વોર્ડન(Traffic warden) પણ ત્યાં ઉપસ્થિત હતા. તેની હાજરીમાં કારચાલકની દાદાગીરી (The driver's grandfather) સામે આવી હતી. માત્ર સામાન્ય ટક્કર થવા જેવા મુદ્દે કાર ચાલક દ્વારા રીક્ષા ચાલકને જાહેરમાં જ ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ પોલીસ કમિશનર કચેરી નજીક બન્યો હતો છતાં પણ હજુ સુધી આ મામલે કોઇ પણ સત્તાવાર પગલાં લેવાયા નથી. જ્યારે ઘટના સમયે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
પોલીસ કમિશ્નર કચેરી નજીક સર્જાઈ બબાલ
રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં કાર અને છકડા વચ્ચે સામાન્ય ટક્કર સર્જાઈ હતી. ઘટના બાદ કારચાલક વિફર્યો હતો અને ટ્રાફિક વોર્ડનની હાજરીમાં જ છકડા ચાલકને ઢોર માર મારવા લાગ્યો હતો. આ સમયે ટ્રાફિક વોર્ડને કારચાલકની રોકવાનો પ્રયત્ન કર્યો હતો છતાં પણ તેણે રિક્ષાચાલકને ઢોર માર મારવાનું શરૂ રાખ્યું હતું. એક સમયે જિલ્લા પંચાયત ચોકમાં બબાલ સર્જાતાં મોટો ટ્રાફિક જામ પણ થયો હતો. તેમજ વિસ્તારમાં લોકોના ટોળે ટોળાં ઘટના જોવા માટે ઉભા રહ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી નહીં કરાઈ
રિક્ષાચાલકને કાર ચાલક દ્વારા સામાન્ય બાબતમાં ઢોરમાર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે પોલીસ કમિશનર કચેરી(Office Commissioner of Police) નજીક આ પ્રકારની મારામારી સર્જાઇ હોવા છતાં હજુ પણ પોલીસ દ્વારા સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સામાન્ય બાબતમાં ટ્રાફિક વોર્ડન ની હાજરીમાં જ રિક્ષાચાલકને ઢોર માર મારવાની ઘટના સામે આવતાં હાલ આ ઘટનાને લઇને જેને લઇને શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મહિલા PSI સાથે ઝપાઝપી કરનાર પ્રોફેસરની પુત્રીને, પોલીસે સીટ બેલ્ટ ન હોવાનો દંડ લઈ છોડી મૂકી
આ પણ વાંચોઃ યુવતીએ બાઇક સવારોને ટક્કર મારી, કાર ચાલક યુવતી ફરાર