- રાજકોટ જિલ્લામાં 895 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખુલ્લી
- કોરાનાનું સંક્રમણ અટકાવવા જરૂરી તકેદારી માટે 56 કર્મયોગીઓની 28 ટીમ બનાવાઇ
- કોઈ વિદ્યાર્થી કે શિક્ષકમાં કોરોનાના લક્ષણો જણાય તો સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કુલ 895 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ 48 સરકારી શાળા, 242 જેટલી ગ્રાન્ટેડ શાળા તથા 605 જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધો. 10ના અંદાજિત 48,000 અને ધો.12 ના અંદાજિત 40,000 જેટલા જ વિદ્યાર્થીઓ પૈકી જેટલા વિદ્યાર્થીઓને વાલીની સંમતી મળી તેઓને જ શાળાએથી અભ્યાસ કરાવવામાં આવશે.જે વિદ્યાર્થીઓને વાલી તરફથી શાળાએ અભ્યાસ કરવાની મંજુરી આપવામાં નહીં આવે તેને માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થા સમી ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે.