ETV Bharat / state

Rajkot News: ગોંડલ ઓવરબ્રિજમાં ગાબડાં પડ્યા, થીગડા મારો પોલીસી ક્યાં સુધી ટકશે? - Gondal Overbridge in Rajkot developed gaps

રાજકોટમાં તાજેતરમાં બનેલા ગોંડલ ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. એક દિવસ પહેલા જ સુલતાનગંજ-અગુવાનીમાં નિર્માણાધીન પુલ ગંગામાં ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે મોરબી ઝૂલતા પુલ ઘટનાને કારણે લોકો પુલના નામથી કાંપી ઉઠે છે. રાજકોટમાં ગોંડલ ઓવરબ્રિજ પર ગાબડાં પડવાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં તાજેતરમાં બનેલા ગોંડલ ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યા

author img

By

Published : Jun 6, 2023, 9:27 AM IST

રાજકોટમાં તાજેતરમાં બનેલા ગોંડલ ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યા

રાજકોટ: રાજકોટના ગોંડલ ચોકડી પર તાજેતરમાં જ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યારે આ ઓરવબ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રિજ બન્યાના ત્રણેક મહિના બાદ જ આ બ્રિજ ઉપર ગાબડા પડવાની ઘટના સામે આવી છે. જેને લઇને બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સમારકામ શરૂ: આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક બ્રિજ પર પડેલા ગાબડાનું સમારકામ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ નિર્માણ પામેલા ઓવરબ્રિજ ઉપર ગાબડા પડવાની ઘટનાને લઈને શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે અહીંથી મોટા પ્રમાણમાં વાહનો નીકળે છે. ત્યારે આ પ્રકારની ગાબડા પડવાની ઘટનાને પગલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

"આ બ્રિજનું ત્રણ મહિના પહેલા જ કામ પૂર્ણ થયું છે. ત્યારનું આ બ્રીજમાં પથ્થરો લટકી રહ્યા છે. જ્યારે તેમાં વાઇબ્રેશન થઈને બે બે કિલોના પથ્થરનાં ટુકડા નીચે ફરી રહ્યા છે. આ બ્રિજ ચાલુ થઈ ગયો ત્યારથી આ બ્રિજને જોવા માટે એક પણ વિભાગના માણસો આવ્યા નથી. જ્યારે હજુ પણ ગાબડાંના પથ્થર જે લટકી રહ્યા છે"--ભરતભાઈ તોથારાણી (સ્થાનિક)

90 કરોડના ખર્ચે ઓવરબ્રીજ: જોકે આ ગાબડામાંથી પથ્થરો નીચે પડવાના કારણે હજુ સુધી કોઈ ને ઈજા થઈ નથી. પરંતુ આ ગાબડામાંથી પથ્થરો ગમે ત્યારે પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ અંગે અમે કોઈપણ રજૂઆત કરી નથી. અહી આવીને કોઈ પણ અધિકારીઓ જુએ તેમજ આ રસ્તો ચેક કરે તો તરત ગાબડું નજરે આવે તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટથી ગોંડલ અને પોરબંદર તેમજ જૂનાગઢ બાયપાસ જવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહીંયા રૂપિયા 90 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. જ્યારે આ ઓવરબ્રિજ શરૂ થયા તેના ત્રણ જ મહિના થયા છે.

ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય: આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી. જેના કારણે અહીંયા ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપિયા 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ પણ બનાવ્યું હતું. પરંતુ આ ઓવરબ્રિજ શરૂ થયાને માત્ર ત્રણ મહિના જેટલો જ સમય થયો છે. એવામાં આ બ્રિજમાં ગાબડા ખરવાની ઘટના સામે આવી રહી છે. જેને લઇને તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે આ ઘટના નેશનલ હાઈવે ઓથોરિટીની સામે આવતા તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ગાબડું પુરવાની કામગીરી શરૂ કરી હતી.

  1. Bihar News: સુલતાનગંજ-અગુવાનીમાં નિર્માણાધીન પુલ ગંગામાં ડૂબી ગયો, જુઓ વીડિયો
  2. બાંકાના રજૌનમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.