ETV Bharat / state

ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા - દુષ્કર્મ

રાજકોટના ગોંડલ કોર્ટે સગીરાને લગ્નની લાલચ(Rape case in Rajkot) આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે 20 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા

author img

By

Published : May 31, 2022, 7:54 PM IST

રાજકોટઃ ગોંડલમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ (Punishment of misdemeanor accused )આચરવાના પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે 20 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જઇ તેણીની ઇચ્છા શરીર સંબંધ(Rape case in Rajkot) બાંધેલા હતા. સગીરાના પિતાને સમગ્ર ઘટનાક્રમની જાણ થતા તેઓએ આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 તથા પોકસો એકટની કલમ 4, 8 અને 10 મુજબનો ગુનોં ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

સજા

આ પણ વાંચોઃ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો, સાવકા પિતા-ફૂઆએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ

વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા - ધરપકડ બાદ આરોપી સામે ચાર્જશીટ કરવામાં( Gondal for soliciting marriage)આવતા અને કેસ ચાલી જતા સરકારી વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 7 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને મૌખિક પુરાવાની શરૂઆતમાં પંચોની જુબાની નોંધવામાં આવેલ પરંતુ પંચોએ કેસની હકીકતને સમર્થન આપ્યું નથી. જેથી સરકારી વકીલે પીડિત સગીરાનો મૌખિક પુરાવો સ્પે. કોર્ટ (પોકસો)માં નોંધાવેલ ત્યારબાદ તપાસ કરનાર અમલદાર કે.એન.રામાનુજ, ડોકટર કે.એમ.ભેદી (મેડીકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ, ગોંડલ) પાસે મૌખિક પુરાવો લેવડાવેલ હતો. જેમાં સમગ્ર ઇન્વેસ્ટીગેશન અને બનાવની હકીકતને સમર્થન મળતા તત્વો મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતા થઇ જેલ, બાદમાં જામીન પર બહાર આવતા ફરી આચર્યું દુષ્કર્મ

આરોપીને 20 વર્ષની સખત કેદની સજા - કોર્ટે જુબાનીને પુરાવામાં ઉપરાંત સરકારી વકીલની દલીલોમાં જણાવેલ કે, આ આરોપીએ સગીર વયની બાળકીને ભોળવી લલચાવી ફોસલાવી તેણીને પોતાની સાથે ભગાડીને તેણી સાથે તેની ઇચ્છા વિરૂદ્ધ બદકામ કરેલ છે અને ભોગ બનનાર બાળકીના શરીર સાથે અડપલા કરીને તેનું માનસિક મનોબળ ભાંગી નાખેલ છે. તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 સાથે પોકસો એકટની કલમ 4 અને 6ની રેકર્ડ પર ગંભીરતા જણાવી વિસ્તૃતમાં દલીલ કરી હતી. જેથી કોર્ટે ગુનાહીત કૃત્ય આચરનાર આરોપી રાહુલને તકસીરવાન ઠરાવી પોકસો જજ ડી.આર.ભટ્ટએ 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા રોકાયેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.