રાજકોટ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. આગામી 1 અને 2 જુનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. ત્યારે આ મામલે પોતાને કલ્કિ અવતાર ગણાવતા રમેશ ચંદ્ર ફોફર મેદાને આવ્યા છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખોટા ગણાવ્યા છે અને અનેક આક્ષેપો કર્યા છે.
શું કહ્યું રમેશ ચંદ્ર ફોફરે: પોતાને કલ્કિ અવતાર ગણાવતા નિવૃત્ત ગુજરાત સરકારના અધિકારી એવા રમેશ ફોફરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ખોટો માણસ છે. હાલ મારી પાસે કોઈ સિધ્ધિ નથી પરંતુ મારી પાસે આખા બ્રહ્માણને નિયંત્રિત કરવાની શક્યતાઓ છે. જ્યારે તમારી પાસે કોઈ પણ કરન્સી હોય જે તમે વાપરી નાખો તો એ ઓછી થવાની છે. તેમજ કોઈ પણ સિદ્ધિ તમારી પાસે હોય તે વપરાય તે ખૂટે જ.
કળયુગમાં ધર્મ એ ધંધો થઈ ગયો છે: ઉપરાંત તેમણે જણાવ્યું કે જે સિધ્ધ પુરુષો હોય તેનામાં 99 ટકા અસુરી શક્તિઓ જ હોય છે. ત્યારે સિધ્ધિની પાછળ જાય તેને અસુરી કહેવાય છે અને જે ભગવાન પાછળ જાય તેને દેવ કહેવામાં આવે છે. તેમજ સિધ્ધિ એ એક પ્રકારની લાંચ જ છે. કળયુગમાં હાલ ધર્મ એ ધંધો થઇ ગયો છે. તેમજ મંદિરમાં ભગવાનની મૂર્તિની પહેલા રૂપિયાની પેટી આવી જાય છે. આ કળયુગમાં પૂજારીઓ બધા નરકમાં જાય છે અને ભગવાનના ભક્તો બધા સ્વર્ગમાં જાય છે.
કથાકથિત ધર્માચાર્યો વિશે શું કહ્યું: જેમ વિવિધ ધર્મના કથાકથિત ધર્માચાર્યો શરૂઆતમાં આવીને લોકો પર છવાઈ ગયા હતા. તેમજ લોકો પણ ભગવાનના ફોટા સાથે આ ધર્મગુરુઓને ફોટાઓ કેલેન્ડરમાં રાખવા માંડ્યા હતા. ત્યારબાદ વિવિધ કૌભાંડો થયા હતા અને ત્યારબાદ બધું કંટ્રોલ બહાર જતું રહ્યું હતું અને આ લોકો માત્ર એક જ કોડીના થઈ ગયા હતા. ત્યારે તેમના રસ્તે ચાલનાર લોકોનો પણ તે જ હાલ થાય છે.
- Dhirendra Shastri Posters : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર ફાટ્યા, શહેરમાં અંદાજે 500 બેનર્સ-પોસ્ટર લાગ્યા હતા
- Baba Bageshwar in Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને કામગીરી શરૂ, જાણો વરસાદને લઈને આયોજકે શું કહ્યું
- Baba Bageshwar: અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉદ્યોગપતિના બંગલે ગત મોડી રાત્રે 2 વાગ્યે યોજ્યો દિવ્ય દરબાર