ETV Bharat / state

Rajkot Collector Defamation Notice : રાજકોટ જિલ્લા કલેકટરને 220 કરોડની માનહાનિની નોટિસ ! - મામલતદાર રુદ્ર ગઢવી

રાજકોટ જિલ્લા કલેક્ટરને 220 કરોડની માનહાનિની નોટિસ મળતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરના એક મિલમાલિક દ્વારા જિલ્લા ક્લેક્ટર અને મામલતદારને વકીલ મારફતે નોટિસ પાઠવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં...

Rajkot Collector Defamation Notice
Rajkot Collector Defamation Notice
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 8:16 AM IST

રાજકોટ : રાજકોટની જૂની અને જાણીતી રાજમોતી ઓઈલ મિલને સીલ મારવાનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો હોય તેમ રાજમોતી મિલના માલિક સમીર શાહે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી તેમજ મામલતદાર રુદ્ર ગઢવીને પોતાના વકીલ અંશ ભારદ્વાજ મારફતે રૂ.220 કરોડની માનહાનિની નોટિસ પાઠવી છે. જોકે રાજકોટ જિલ્લા કલેકટર અને મામતદારને નોટિસ ફટકારવામાં આવતા હાલ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

શું હતો મામલો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ ભાવનગર હાઇવે પર રાજમોતી ઓઈલ મીલ આવેલી છે. જે ઘણા વર્ષો જૂની છે. એવામાં મિલના માલિક સમીર શાહ દ્વારા યુનિયન બેંકમાંથી અંદાજિત રૂ. 75 કરોડની લોન લેવામાં આવી હતી. ત્યારે ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સિક્યુરાઇટેઝજન એક્ટ હેઠળ યુનિયન બેંકની બાકી રૂ. 75 કરોડની લોનની વસુલાત માટે રાજમોતી મિલને સીલ મારીને મિલકત જપ્ત કરવામાં આવી હતી.

વહીવટી તંત્રની કાર્યવાહી : લોન વસુલાત માટે વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા અને વિસ્તારના મામલતદાર રુદ્ર ગઢવીએ આ કાર્યવાહી કરી હતી. જેને લઈને શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે આ મામલે રાજમોતી મિલના માલિક સમીર શાહ દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે. સમીર શાહ દ્વારા પોતાના વકીલ અંશ ભારદ્વાજ મારફતે કલેકટર અને મામલતદારને નોટિસ ફટકારી છે.

મિલમાલિકનો આક્ષેપ : નોટિસ આ નોટિસમાં સમીર શાહે આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્ર દ્વારા જ્યારે મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવી ત્યારે કોઈ પણ આગોતરા નોટિસ કે જાણ કરવામાં આવી નહોતી. તેમજ મીડિયાને સાથે રાખીને રાગદ્વેષથી આ કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. જ્યારે જિલ્લા કલેક્ટરને મામલતદારને રાજમોતી મિલના માલિક દ્વારા રૂ. 220 કરોડની માનહાનિની નોટિસ ફટકારવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

  1. Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ફરીથી નીલાંબરી દવેની નિમણુંક
  2. C R Patil Meeting Video viral : કોંગ્રેસ પ્રવકતા ડો.નિદત બારોટ અને સીઆર પાટીલની મુલાકાતના વાયરલ વીડિયો મુદ્દે બારોટનો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.