રાજકોટઃ રાજકોટના શાપરમાં આવેલી રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ગત મોડી રાતે આગ લાગી હતી. આ આગમાં લાખોનું નુકસાન થયું હતું.
શાપરમાં આવેલી રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાજલક્ષ્મી ટ્રેડિંગમાં ટેન્કરમાં આગ લાગી હતી. રાજકોટ જેતપુર અને ગોંડલ સહિતના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગમાં આશરે 50થી 60 હજાર લીટર હોય અને એક ટેન્કર બળીને ખાખ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા શાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ આગ ક્યા કારણોસર આગ લાગી તે વધુ તપાસ શાપર પોલીસ હાથ ધરી હતી.