રાજકોટ : રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા બાગેશ્વર બાલાજી મંદિરમાં દાન પેટીની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરાયા ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે આ મામલે રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે વિસ્તારમાં બાગેશ્વર બાલાજી મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા તપાસ કરતા તેમાં સામે આવ્યું હતું કે એક શખ્સ મંદિરમાં આવીને ભગવાનની પૂજા કરે છે. ત્યારબાદ કોઈ મંદિરમાં આવતું નથી. તે દરમિયાન મંદિરની દાનપેટીની ઉઠાંતરી કરે છે. જ્યારે દાન પેટીમાં અંદાજિત 10,000થી વધુની રોકડ રકમ હતી. ત્યારે પોલીસે મંદિરમાં ચોરી કરનાર શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે.
દાનપેટીની ચોરી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના કોઠારિયા વિસ્તારમાં બાગેશ્વર બાલાજીનું મંદિર આવેલું છે. ત્યારે મંદિરમાં પૂજા કરતા રમેશભારતી ગોસ્વામી દ્વારા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હું સવારે મંદિરે ખોલીને તેની પૂજા કરીને અન્ય મંદિરે ગયો હતો અને બાગેશ્વર મંદિર ખાતે આવ્યો ત્યારે મને મંદિરમાં દાનપેટી જોવા મળી ન હતી. દાન પેટીની જગ્યાએ જે સળિયા હતા. તે તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા હતા. જેને લઇને મને લાગ્યું કે, મંદિરમાંથી કોઈએ દાન પેટીની ચોરી કરી છે. જોકે કોઠારિયા વિસ્તારમાં મંદિરમાંથી દાનપેટીની ચોરીની ઘટના સામે આવ્યા બાદ પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ દાનપેટીની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : Navsari Crime : દીકરી માટે બુટ લેવા ગયેલા યુવકે દુકાનમાંથી મોબાઈલ ઉઠાવી થયો રફુચક્કર
દાનપેટી ચોરી થવાના CCTV : બાગેશ્વર બાલાજી મંદિરમાં દાનપેટી ચોરી થયાની ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ મંદિરમાં પ્રવેશે છે. ભગવાનની પૂજા અર્ચના કરે છે, ત્યારબાદ થોડીવાર મંદિરમાં બેસે છે અને મંદિરમાં રહેલી દાન પેટી લઈને પોતાના થેલામાં નાખીને ત્યાંથી ચાલતી પકડે છે.
આ પણ વાંચો : Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશ
શું કામ ચોરી કરી : આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે દાનપેટી ચોરી કરનાર એવા મૂળ મધ્યપ્રદેશના અને હાલ હીરામન રિડેડ આહીરવારને પકડી પાડ્યો હતો. તેની વધુ પુછપરછ હાથ ધરી હતી. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સને નાણાંની જરૂરિયાત હતી. જેના કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. હાલ પોલીસ દ્વારા શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.