ETV Bharat / state

અમદાવાદમાં ફરજ બજાવનારા ગોંડલના 2 એસઆરપી જવાનો કોરોના પોઝિટિવ - કોરોના વાઇરસની અસર

અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં ફરજ બજાવતા ગોંડલ એસઆરપી કંપનીના બે જવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. બન્ને જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે.

etv bharat
રાજકોટ: એસઆરપીના બે જવાનો કોરોના પોઝિટિવ
author img

By

Published : May 2, 2020, 7:50 PM IST

રાજકોટ: કોરોનાની સામે યોદ્ધા બની ફાઇટ કરી રહેલા ગોંડલ એસઆરપીના બે જવાનો અમદાવાદ દરિયાપુર ખાતે ફરજ દરમિયાન સંક્રમિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ ગોંડલ એસઆરપી બેડામાં થતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ગોંડલ એસઆરપી સેનાપતિ જેએમ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ગોંડલથી એસ.આર.પી ગ્રુપની ઇ કંપનીને અમદાવાદ દરિયાપુર ખાતે તૈનાત કરવામાં આવી હતી. જેમાં જયદીપસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 24) તેમજ પૃથ્વીરાજસિંહ ગોહીલ (ઉંમર વર્ષ 31) ફરજ દરમિયાન સંક્રમિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

હાલ બંને જવાનોની દેખરેખ એસઆરપીઆઈ વાળા રાખી રહ્યા છે. તેમજ ગોંડલથી સેનાપતિ ટેલીફોનિક તેમના ખબર અંતર પૂછી રહ્યા છે બન્ને જવાની તબિયત સુધારા પર છે. તબીબોની રજા મળશે તો હોમ કવોરોન્ટાઇન કરાશે અથવા હોસ્પિટલમાં જ નજર હેઠળ રાખવામાં આવશે.

એસઆરપીની એક કંપનીમાં આશરે નેવું જવાનો હોય છે. તેમાંથી જરૂરિયાત મુજબ અને વહીવટી કાર્ય માટે બાદ કરી 72 જવાનો વિવિધ જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા બંને જવાનો મુખ્યત્વે બીજા કોઈ જવાનોના સંપર્કમાં આવ્યા નથી. તેમ છતાં જેના જેના સંપર્કમાં આવ્યા હતા.તેમની પણ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.