- રાજકોટમાં નશીલા પદાર્થ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
- રાજકોટ એસઓજીએ વાહન ચેકિંગ દરમિયાન કરી ધરપકડ
- શખ્સ પાસેથી 360 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
રાજકોટઃ રાજકોટમાં SOGનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ગાંજા સાથે આવી રહ્યો છે. એરપોર્ટ રોડથી હનુમાન મઢી ચોક તરફ જતા રસ્તા ઉપર પેટ્રિયા હોટલની સામે આવેલા બગીચા પાસે વાહન ચેકિંગ દરમિયાન મજીત ઉસ્માનભાઈ સેતા નામનો શખ્સ જી. જે. 03 એલ. કે. 9781 નંબરની બાઈક પર આવી રહ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
શખ્સ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ અંતગર્ત ગુનો નોંધાશે
રાજકોટમાંથી નશાકાર પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા ધોરણસર કાયૅવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતગર્ત ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી છે. તેમ જ આરોપીની ધરપકડ અંગેની કાર્યવાહી કોવિડ ટેસ્ટ બાદ કરવામાં આવશે.