ETV Bharat / state

રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા જામનગરના અરજદારો, કચેરી બહાર લાંબી કતાર લાગી - RATION CARD EKYC

હાલમાં ચાલી રહેલ આધાર અપડેટ અને રેશનકાર્ડ e-KYC ની કામગીરી માટે પુરવઠા વિભાગની કચેરીએ અરજદારોની લાઈન લાગી છે. જાણો શું છે મામલો...

ધરમધક્કા ખાતા જામનગરના અરજદારો
ધરમધક્કા ખાતા જામનગરના અરજદારો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 12:19 PM IST

જામનગર : હાલ આધાર અપડેટ અને રેશન કાર્ડ માટે e-KYC ની કામગીરી ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામી થતી હોવાના કારણે લોકોની ભીડ કલેકટર કચેરી ખાતે એકઠી થઈ હતી. જોકે, જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હાલ e-KYC ની કામગીરી ચાલી રહી છે.

e-KYC કરવા લાંબી લાઈન લાગી : જામનગર શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ માટે e-KYC ની કામગીરી કરવામાં આવી રહી છે. જો e-KYC નહીં હોય તો રાશન નહીં મળે અને અન્ય લાભો પણ અરજદારને નહીં મળે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે પુરવઠા વિભાગ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને e-KYC કરવા માટે લાંબી લાઈન જોવા મળી હતી.

રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા (ETV Bharat Gujarat)

અરજદારોને ધરમધક્કા : સ્થાનિક અરજદાર બારોટ શિરીષભાઈ જણાવી રહ્યા છે કે, છ દિવસની e-KYC કરવા માટે ધક્કા ખાઈ રહ્યો છું. અહીં એમ કહે છે કે ઉપરથી બંધ છે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ મળતો નથી, ક્યાં જવું...

પુરવઠા અધિકારીએ શું કહ્યું ? આ અંગે જામનગર જિલ્લા પુરવઠા અધિકારી એસ. ડી. બારડે જણાવ્યું કે, હાલ કામગીરી ચાલી રહી છે. ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે થોડી કામગીરી ધીમી થતી હોય છે, જેના કારણે લોકોની ભીડ જોવા મળે છે. જોકે લોકોના કામ જલદી થાય તે માટે સ્ટાફ સતત કામ કરી રહ્યો છે.

  1. જામનગર મનપાએ ટેક્સ ન ભરતા બે કારખાના સીલ કર્યા
  2. જામનગરના પૂર પીડિતોને સહાય માટે પ્રાંત કચેરીમાં ધામા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.