રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં જૂગાર રમતા પકડાયેલા શખ્સો તુલસીભાઇ ટપુભાઇ ડાભી, નઝીરભાઇ નુરમામદભાઇ લુલાણીયા, વિજયભાઇ દેવજીભાઇ ભરખડા, અશ્વીનભાઇ ભુપતભાઇ મેર, મોહનભાઇ પરમદાસ ખટ્ટર, પ્રકાશભાઇ બાઘુભાઇ મોયા, ફીરોઝ ઇબ્રાહીમભાઇ ગોધાવીયાને હિરાસતમાં લેવામાં આવ્યા હતા.
તેમની પાસેથી રોકડા રૂપિયા 10,360 સાથે પકડી પાડ્યા અને દેશી દારૂ લીટર 5 કી.રૂ. 100, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 200 કી.રૂ. 400 ભઠ્ઠીના સાધનો જેમાં ગેસના બાટલાઓ તથા પ્લાસ્ટીકના બેરેલ, લોખંડના બેરેલ, બર્નલ, તગારા, ડોલ જેવા સાધનો જેની કી.રૂ.5150 /- કુલ મુદ્દામાલ કીમત.રૂ. 5650 સાથે સંજય ઉર્ફ સવજી મોહનભાઇ સોલંકીને પકડ્યો હતો. જ્યારે ખીમજી મોહન સોલંકીને પકડવા તપાસ હાથ ધરી છે.