- ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશનની ડુપ્લીકેટ માર્કશીટ બનાવાનું કૌભાંડ રાજકોટ પોલીસે ઝડપી લીધું
- ઉત્તરપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ બનાવાનું કૌભાંડ
- ડુપ્લીકેટ માર્કશીટ્સ ખરીદનારા 4ને ઇસમોને પણ ઝડપી લીધા
રાજકોટ : શહેરમાં ક્રાઇમનો રેટ સતત વધી રહ્યો છે, ત્યારે રાજકોટ SOGને વધુ એક સફળતા મળી છે. જેમાં રાજકોટ પોલીસ દ્વારા ધો 10, 12 અને ગ્રેજ્યુએશનની ઉત્તરપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ બનાવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા એક શખ્સને પોલીસે ઝડપી લીધું છે. જેની પાસેથી પોલીસને ઉત્તરપ્રદેશ રાજ્યની શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરતા સમગ્ર કૌભાંડ ઝડપાયું હતું.
રૂપિયા 25 હજારથી લઇને 35 હજાર સુધીમાં વેચતો હતો ડુપ્લીકેટ ડિગ્રી
રાજકોટ SOGએ શજેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં ખત્રી યુવાન શિક્ષક અને તેની પાસેથી ડુપ્લીકેટ માર્કશીટ્સ ખરીદનારા 4 શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. આ રાજકોટનો શિક્ષક યુવાન ઉત્તર પ્રદેશના શખ્સનો એક જાહેરખબર મારફતે સંપર્ક કરી નકલી માર્કશીટના ગોરખધંધો શરૂ કર્યો હતો. ઉત્તર પ્રદેશનો શખ્સ ડુપ્લીકેટ માર્કશીટ ઓર્ડર મુજબ બનાવીને મોકલતો હતો. જેને શિક્ષક ખત્રી યુવાન રૂપિયા 25 હજારથી લઇને 35 હજારમાં વેચતો હતો.
આ પણ વાંચો - આણંદના વિદ્યાનગર બોગસ માર્કશીટ કૌભાંડમાં યુવા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ
ડુપ્લીકેટ માર્કશીટના આધારે અભ્યાસ પૂરો કર્યો
રાજકોટ પોલીસે આ ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડમાં ફિઝીક્સ વિષય ભણાવતાં શિક્ષક ભાવિક પ્રકાશ ખત્રી, હરિકૃષ્ણ રાજેશ ચાવડા, પ્રિતેશ ગણેશ ભેંસદડીયા, વાસુ વિજય પટોળીયા તથા સુરેશ દેવજી પાનસુરીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે વિદ્યાર્થીઓએ તો નકલી માર્કશીટને આધારે ઇન્દોર અને રાજકોટની કોલેજમાં અભ્યાસ પણ પૂરો કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - વડોદરાના બોગસ માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વિક્કી સરદાર ઉદેપુરથી ઝડપાયો