રાજકોટમાં જ રહેતા અશોક દલાભાઈ પરમાર નામના ઇસમની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને મંદીરમાંથી ચોરી કરેલ આભૂષણો રાજકોટના સોની વેપારી બિપિન લષ્મીચંદ રાધનપુરાને વહેંચ્યા હતા. જે મામલે પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, મંદિરમાંથી ચોરી કરનાર ઈસમને પોલીસે CCTV કેમેરાના આધારે ઝડપી પાડ્યો હતો.
![rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5355761_rajkot.jpg)