પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે LCB પો. ઇન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ LCB આર.આરના પો.સબ ઈન્સ. એચ.એ.જાડેજા તથા પો. હેડ. કોન્સ. રમેશભાઇ બોદર,અનીલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ.દિવ્યેશભાઇ સુવા તથા મેહુલભાઇ બારોટ તથા ભીખુભાઇ ગોહેલ વિગેરે સ્ટાફે પ્રોહી. ડ્રાઈવ દરમિયાન રેઈડ પાડી હતી.
જેતપુર સીટી વડલી ચોકમાં રહેતા પરેશ વાઘેલા પોતાના કબજા ભોગવટાના જેતપુર નવાગઢ કેનાલ કાઠે આવેલ મકાને LCB પોલીસ રેડ કરતા દેશીદારૂ લીટર 230 કિ.રૂ.4600/- મળી આવેલ. LCB રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જે.સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.