રાજકોટ: પાસપોર્ટ ઓફિસે અરજદારોને લબડાવામાં આવી રહ્યા છે. દુર દુરથી બોલાવે છે અને ધક્કા ખવરાવામાં આવે છે. રાજકોટની પાસપોર્ટ ઓફિસે અરજદારોનો હોબાળો મચાવ્યો છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા મક્કમ ચોક નજીક પાસપોર્ટ ઓફિસ ખાતે આજે વહેલી સવારથી જ અરજીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે 14 એપ્રિલની ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની રજા હતી. છતાં પણ પાસપોર્ટ ઓફિસ દ્વારા અરજદારોને આજના દિવસની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી.
જાહેર રજાનું કહ્યુંઃ જેના કારણે અરજદારો આજે મોટી સંખ્યામાં ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. પરંતુ ઓફિસે આવ્યા બાદ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ આજે જાહેર રજા હોવાનું જાહેર કર્યું હતું. જેને લઈને દૂર દૂરથી રાજકોટ ખાતે આવેલ અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતી હતી. આમ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ પોતાના ઘરની ધોરાજી ચલાવી હોય એવો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અધિકારીએ આ મામલે કોઈ પ્રકારની ચોખવટ કરી ન હતી.
આ પણ વાંચો Rajkot Crime : લાલપરી નદી કાંઠેથી મહિલાના ટુકડે ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો
રજાના મેસેજ જાહેર કરાયા: જ્યારે રાજકોટ પાસપોર્ટ ઓફિસ ખાતે મુંબઈથી આવેલા નીતિન ગજેરા નામના અરજદારે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મૂળ જામનગર રહું છું અને મુંબઈ ખાતે નોકરી કરું છું. પરંતુ મને જેવું 14 એપ્રિલનો એપોઇન્ટમેન્ટનો મેસેજ આવ્યો હતો. જેને લઈને હું બે દિવસ પહેલા જ અહીંયા રાજકોટ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યારે મારી સાથે અન્ય લોકોને પણ આજની જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ અમે જેવા જ પાસપોર્ટ ઓફિસ ખાતે આવ્યા હતા. ત્યારે અમને પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. જ્યારે અમને ગઈકાલે બપોરે 12:00 વાગે મેસેજ આવ્યો હતો કે તમારા શિડ્યુલ પ્રમાણે તમારે પાસપોર્ટ ઓફિસ ખાતે આવવું પડશે અને ત્યારબાદ રાત્રે મેસેજ આવ્યો કે તમારે તમારું શિડ્યુલ બદલાવી નાખવું પડશે જે યોગ્ય ન કહેવાય.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી
અમારી ફ્લાઇટ છે: અરજદાર આ સાથે જ દ્વારકા જિલ્લામાંથી આવેલા સુરભદ્ર સિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને 14 એપ્રિલના રોજ સવારે 9:30 વાગે તમારી એપાર્ટમેન્ટ છે. એવું અમને કહેવામાં આવ્યું હતું. જેને લઈને અમે આજે પાસપોર્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યા છીએ. જ્યારે રાતે એક વાગ્યે એમને મેસેજ આવ્યો હતો કે આવતીકાલે આંબેડકર જયંતિની રજા હોવાના કારણે તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે. પાસપોર્ટ ઓફિસ દ્વારા અગાઉને આંબેડકર જયંતીના દિવસે કેન્દ્ર ચાલુ રાખવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ રાતે મેસેજ મોકલીને કેન્દ્ર બંધ હોવાની વાત કરવામાં આવી હતી.
મોટી મુશ્કેલીઃ જે યોગ્ય નથી. અમે દ્વારકા જિલ્લામાંથી આવ્યા છીએ એટલે કે સવારે 9:00 વાગે અમારે ઓફિસ ખાતે પહોંચવાનું હતું .એટલે કે અમે આગલા દિવસે નીકળી ગયા હોઈએ એવામાં અડધી રાતે મેસેજ આવે તો અમારે શું કરવાનું. આગમી દિવસોમાં અમારી ફ્લાઇટનું શિડ્યુલ પણ નક્કી થઈ ગયું છે. એવામાં મારી માંગણી છે કે અમને સોમવારની એપાર્ટમેન્ટ આપવામાં આવે જેના કારણે અમારૂ કામ થઈ શકે.