રાજકોટ : રાજકોટમાં 1951માં સરકારે આપેલી જમીન પર શરુ થયેલી વિરાણી સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓ ભણીને આગળ વધ્યાં હશે પણ તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓનો શાળા પ્રેમ મૂઠી ઊંચો સાબિત થયો છે. આ શાળાની જમીન સમય જતાં આજની તારીખમાં ખૂબ મોટી કિમત આવતાં ટ્ર્સ્ટીઓને શાળાના મેદાને વેચી રોકડી કરવાની ખોરી દાનત થઇ હતી. જેની જાણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને થઇ હતી. ત્યારે તેઓએ કોર્ટ કાર્યવાહી કરી હતી જેમાં સરકારીમાંથી ખાનગી જમીનની નોંધ રદ કરવાનો પ્રાંત અધિકારીએ ચુકાદો પણ સામે આવ્યો છે.
શાળાનું મેદાન વેચવાનું હતું : રાજકોટની હેમુગઢવી હોલ સામે વર્ષો જૂની વિરાણી હાઇસ્કુલ આવે છે. જેને ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવે છે. ત્યારે હવે રાજકોટ શહેરનો વિકાસ અને વિસ્તારમાં વધતા આ શાળા શહેરની બરાબર મધ્યમાં આવી ગઈ છે. તેમજ તેની જમીનની કિંમતમાં પણ વધારો થયો છે. જેને લઈને સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા સ્કૂલનું ગ્રાઉન્ડની જમીન વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રકારના નિર્ણયને લઈને આ સ્કૂલ અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને આ સમગ્ર મામલે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. જે વિવાદ મામલે રાજકોટના પ્રાંત અધિકારી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો રાજકોટ વિરાણી હાઇસ્કુલનો મામલોઃ 140 કરોડની જમીન ટ્રસ્ટીઓએ અડધી કિંમતે વહેંચવા કાઢી
શું હતો સમગ્ર મામલો : આ ઘટનાની વાત કરવામાં આવે તો વર્ષ 1951માં રાજ્ય સરકાર દ્વારા વિરાણી સ્કૂલને શૈક્ષણિક હેતુ માટે અંદાજીત 49.720 ચોરસમીટર જમીન ફાળવવામાં આવી હતી. જ્યારે હાલ આ જમીન પર એક સાઈડમાં શાળાનું સંકુલ છે અને બીજી તરફ વિશાળ મેદાન છે. ત્યારે જેમ જેમ રાજકોટ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ આ શાળાની જમીનની કિંમતમાં પણ વધારો થયો હતો. જે મામલે આ શાળાના ટ્રસ્ટીઓ એવા શ્રેયાન્સ વિરાણી અને જયંત દેસાઈ સહિતના લોકો દ્વારા શાળાના ગ્રાઉન્ડની જમીનને વેચવા માટેનો કારસોો ઘડવામાં આવ્યો હતો. તે માટે જમીનને સરકારીમાંથી ખાનગી કરવામાં માટે અરજી કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગેની જાણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને થતા તેઓ શાળાની જમીન બચાવવા માટે મેદાને આવ્યા હતાં.
આ પણ વાંચો રાજકોટમાં શાળાઓએ 10માં ધોરણની માર્કશીટ વગર જ 11માં ધોરણમાં આપ્યા એડમિશન
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ કેસ લડ્યા : જ્યારે આ જમીન મામલે તંત્ર દ્વારા 5990 નંબરની નોંધ પાડવામાં આવી હતી. જે નોંધ અંગે વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરવામાં આવી હતી. ત્યારે આ અંગેનો કેસ ચાલતો હતો. જેમાં પ્રાંત અધિકારી દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ શાળાની જમીન જે સ્થિતિમાં તેમ રાખવાનો અને અગાઉ ખાનગી જમીન કરવાની નોંધને રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ચુકાદાને આવકાર : આ અંગે વિરાણી હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પુરષોતમ પીપળીયાએ ETV સાથેની વાતચીત જણાવ્યું હતું કે શાળા અને શાળાની જમીન બચાવવા માટે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મેદાને આવ્યા હતા. જેના માટેની અમે કમિટી પણ બનાવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ કામમાં લાગ્યા હતા. ત્યારે હવે પ્રાંત અધિકારી દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ.