ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં 3 ટન અનાજનું મેળવ્યું દાન, સ્વાતંત્ર્ય પર્વ 2023ની ઉજવણી માટે જરુરિયાતમંદોને વિતરણ

આગામી સ્વાતંત્ર્ય પર્વ 2023ના દિવસે રાજકોટમાં કોઇ ભૂખ્યું નહી સૂવે. આ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રોબિન હુડ આર્મી દ્વારા મિશન સ્વદેશ અંતર્ગત રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવી રહ્યું છે, જેને વિતરિત કરવામાં આવી રહ્યું છે.

Rajkot News : રાજકોટમાં 3 ટન અનાજનું મેળવ્યું દાન, સ્વાતંત્ર્ય પર્વ 2023ની ઉજવણી માટે જરુરિયાતમંદોને વિતરણ
Rajkot News : રાજકોટમાં 3 ટન અનાજનું મેળવ્યું દાન, સ્વાતંત્ર્ય પર્વ 2023ની ઉજવણી માટે જરુરિયાતમંદોને વિતરણ
author img

By

Published : Aug 7, 2023, 8:58 PM IST

સ્વાતંત્ર્ય પર્વ 2023ની ઉજવણી બનશે યાદગાર

રાજકોટ : આગામી દિવસોમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્યત્ર પર્વ આવનાર છે. એવામાં સ્વાતંત્ર પર્વની રોબીન હુડ આર્મી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રોબિન હુડ આર્મી દ્વારા મિશન સ્વદેશ અંતર્ગત રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવી રહ્યું છે.

એક મુઠ્ઠી અનાજનું દાન લાવ્યું ખુશીનું સ્મિત

જરુરિયાતમંદ લોકોને અપાય છે કિટ : એકઠું કરાયેલું આ અનાજ જરુરિયાતમંદ વિસ્તારોમાં અને ઝૂપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે.. રોબિન હુડ આર્મી દ્વારા માત્ર દસ જ દિવસમાં ત્રણ ટન જેટલું અનાજ એકઠું કરવામાં આવ્યું છે અને તેનું વિતરણ પણ હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મિશનમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે.

રોબિન હુડ આર્મી
રોબિન હુડ આર્મી

3 ટન અનાજ એકઠું કરવામાં આવ્યું : આ અંગે રાજકોટમાં રોબિન હુડ સંસ્થા સાથે જોડાયેલા મેહુલ રાઠોડે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા કોઈપણ લોકો પાસેથી એક પણ રૂપિયો વિના નિશુલ્ક કામ કરી રહી છે. જ્યારે દેશભરમાં અમારી સંસ્થા 400 કરતા શહેરોમાં કામ કરી રહી છે. જ્યારે વિશ્વમાં 14 જેટલા દેશોમાં અમારી સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં દર વર્ષે 15મી ઓગસ્ટની અમે અનોખી ઉજવણી કરતા હોઈએ છીએ.

આ વખતે અમે 15મી ઓગસ્ટે અનાજની ડ્રાઇવ યોજી રહ્યા છીએ. જેમાં મિશન સ્વદેશ અંતર્ગત અમે જે તે વિસ્તારમાં આવેલી શાળા કોલેજો તેમજ અમારી સંસ્થા સાથે જોડાયેલા લોકો તેમના પરિવારજનોને જઈને અપીલ કરીએ છીએ કે એક મુઠ્ઠી અનાજ દાન કરે. જ્યારે આ અનાજ અમે ભેગું કરીએ છીએ ત્યારબાદ આ એકઠું થયેલ અનાજની અમે કીટ બનાવીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરીએ છીએ. આ વખતે ભારતભરમાં જે મિશન ચલાવી રહ્યા છીએ, તેમાં 1000 ગામડાઓમાં અને અંદાજીત 1 કરોડ લોકોને આ અનાજનું વિતરણ કરવામાં આવશે....મેહુલ રાઠોડ(સભ્ય,રોબિન હુડ સંસ્થા)

સંસ્થાની કામગીરી જોઈ જોડાયાં : રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રોબીન હુડ આર્મી સંસ્થા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ રહી છે. ત્યારે મામલે અમીબેન ચૌહાણે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે રોબિન હુડ આર્મી સેવાકીય કાર્ય કરી રહી છે તેના પોસ્ટર અમે મારા ઘર નજીક જોયા હતા. ત્યારબાદ મેં તેમાં કામ કરતા લોકોનો સંપર્ક કર્યો. જેમને મને જણાવ્યું હતું કે તમે અમારી સંસ્થામાં આ પ્રકારે દાન કરી શકો છો. જેને લઇને મુખ્યત્વે ઘઉં અને ચોખા મેં પાંચ કિલોના અલગ અલગ પેકેટ બનાવીને આ સંસ્થાને આપ્યા હતા. જ્યારે આ સંસ્થાની કામગીરી જોઈને મેં મારા પરિવારજનો તેમ જ મિત્ર વર્તુળના લોકોને પણ આ અંગેની જાણ કરી અને તે લોકોએ પણ આ સંસ્થાને અનાજનું દાન કર્યું હતું. રોબિન હુડ આર્મી ખૂબ જ સારું કામ કરી રહી છે. જ્યારે આ સંસ્થાના લોકો ગમે ત્યારે ફોન કરીએ ત્યારે આપણા ઘરેથી આવીને અનાજ સહિતની વસ્તુઓ લઈ જાય છે અને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

  1. વલસાડમાં રોબિન હુડ આર્મીએ 60થી 70 હજાર લોકો સુધી અનાજ કીટ પહોંચાડી
  2. વલસાડમાં રોબિન હુડ આર્મી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
  3. રોબિન હુડ આર્મી વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં 50 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.