રાજકોટ : રાજકોટ રેલવે સ્ટેશન ઉપર એક વૃદ્ધ ચાલુ ટ્રેનમાં બેસવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ નીચે પ્લેટૉર્મ પર પડી ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધ ટ્રેન નીચે સરકી જાય તે પહેલા જ રેલવે પોલીસ ફોર્સના મહિલા કર્મચારીએ આ વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. જ્યારે આ ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઇજાઓ પહોંચી હતી પરંતુ તેમનો જીવ જતા અટક્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
પોલીસકર્મીની સતર્કતા દેખાઇ : સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક તરફ ટ્રેન જઈ રહી છે અને આ ચાલુ ટ્રેને વૃદ્ધ તેમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના બની હતી. જોકે RPF મહિલા પોલીસકર્મીની સતર્કતાના કારણે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર દુર્ઘટના થતા અટકી હતી.
જે વૃદ્ધ સાથે આ પ્રકારની ઘટના બની હતી તેમનું નામ પ્રભુદાસ કુનાલકટ છે. તેમજ તેમની ઉંમર 75 વર્ષની છે. જ્યારે તેઓ રાજકોટથી રેલવે મારફતે વલસાડ તરફ જઈ રહ્યા હતાં. એવામાં આ પ્રકારની ઘટના બની હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા પોલીસ કર્મચારી કેવી રીતના વૃદ્ધનો જીવ બચાવી રહી છે. જ્યારે મહિલા પોલીસ કર્મચારીના કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. RPF મહિલા પોલીસ કર્મચારીની સતર્કતાના કારણે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર મોટી દુર્ઘટના થતા અટકી હતી...રાજકોટ રેલવે પોલીસ વિભાગ
વૃદ્ધના જીવ જતા માંડ માંડ બચ્યો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 16333 પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર 10:20 મિનિટે આવી પહોંચી હતી. તેમજ તેના નિર્ધારિત સમય એવા 10:28 તે રાજકોટ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી. તે દરમિયાન એક વૃદ્ધ ચાલુ ટ્રેને ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અચાનક તેઓ પ્લેટફોર્મ ઉપર પડી ગયા હતા. જે ઘટના રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવી રહેલી RPFના મહિલા પોલીસ કોસ્ટેબલ પ્રિયાંશી દુબેને ધ્યાને આવી હતી. જેના કારણે તેઓ તાત્કાલિક પ્લેટફોર્મ નજીક દોડી ગયા હતા અને વૃદ્ધને બચાવ્યા હતા. જ્યારે આ ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે તેમને અહીજ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.