રાજકોટ : ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે કારણ કે ગુજરાતી ગરબાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. જેના કારણે ગુજરાતીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વાત કરીએ ગરબાની હાલમાં રાજ્યમાં પ્રચીનની સાથે મોટા મોટા શહેરોમાં અર્વાચીન ગરબા ખૂબ જ રમવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્ય શહેર રાજકોટમાં અર્વાચીન ગરબાઓમાં દોઢીયા અને ટીટોળા સૌથી વધુ રમવામાં આવે છે. ત્યારે ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
🔴 BREAKING
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.
Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg
">🔴 BREAKING
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023
New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.
Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg🔴 BREAKING
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023
New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.
Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg
યુનેસ્કોના કારણે ગરબાની ઓળખ વધુ મજબૂત થશે : આ અંગે રાજકોટમાં છેલ્લા 20 કરતા વધુ સમયથી ગરબાની પ્રેક્ટિસ કરાવતા અને ગરબા સાથે સંકળાયેલા દીપક પટેલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે તે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે.
અત્યારે નવરાત્રી દરમિયાન ભારતમાં તો ગરબા રમવામાં આવે છે, સાથે સાથે વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસતા હોય છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ લોકો ગરબા રમતા હોય છે. જ્યારે હવે યુનેસ્કો દ્વારા ગરબાને પોતાની યાદીમાં સ્થાન આપવામાં આવતા ગરબા વિશ્વભરમાં વધુ પ્રચલિત બનશે. એવામાં પણ ગરબાની વાત કરવામાં આવે તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પોતાના વિસ્તાર પ્રમાણે ગરબા રમવામાં આવતા હોય છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દોઢીયા અને ટીટોળા તેમજ હવે ભાંગડા પર ગરબા રમવામાં આવે છે....દીપક પટેલ ( ગરબા એક્સપર્ટ )
લોકો હવે ફિટનેસ માટે રમે છે ગરબા : દીપક પટેલે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવરાત્રી આવવાની પાંચ મહિનાનો સમય હોય ત્યારથી જ તમામ સ્થળોએ ગરબાની પ્રેક્ટિસ અને તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. જ્યારે અમારે અહીંયા ગરબા ક્લાસીસમાં આખા વર્ષ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ કરવામાં એવી રહી છે. હાલમાં જીમમાં પણ પાવર ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જ્યારે હવે લોકો પોતાના ફિટનેસ માટે પણ ગરબાની પ્રેક્ટિસ કરતા થયા છે. હું છેલ્લા 20 વર્ષથી ગરબાના ક્લાસીસ કરાવું છું અને મે અત્યાર સુધીમાં અંદાજિત 25 હજાર કરતાં વધુ લોકોને ગરબાની તાલીમ આપી છે.