ETV Bharat / state

રાજકોટમાં રખડતા ઢોર મામલે તંત્રની આકરી કાર્યવાહી - ઢોર પકડનાર ટીમ પર હુમલો

રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં એક વૃદ્ધને એક ગાય દ્વારા હડફેટે લેતા ગંભીર ઈજાઓ (rajkot old man injured mauled by cow) પહોંચી હતી. જેને લઈને રાજકોટ કોર્પોરેશન તંત્રએ આકરી કાર્યવાહી (RMC action on stray cattle) હાથ ધરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવસ રાત ઢોર પકડવાની કામગીરી તેજ (Cattle catching operation intensified) બનાવવામાં આવી છે. તો બીજી તરફ ઢોર પકડવાની ટીમ પર હુમલો થવાની ઘટના પણ સામે આવી રહી છે. જેના પગલે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે.

ઢોર પકડવાની કામગીરી તેજ
ઢોર પકડવાની કામગીરી તેજ બનાવવામાં આવી
author img

By

Published : Dec 21, 2022, 2:22 PM IST

ઢોર પકડવાની કામગીરી તેજ

રાજકોટઃ રાજ્યભરમાં રખડતા ઢોર મામલે સ્થાનિકો મુશ્કેલીમાં (People in trouble due to stray cattle) મુકાઈ રહ્યા છે. રખડતાં ઢોરથી અનેક લોકો મોતને ભેટ્યાં છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર (RMC action on stray cattle) સફાળું જાગ્યું છે.

ઢોર પકડવાની કામગીરી તેજ: રાજકોટમાં તાજેતરમાં જ ભોમેશ્વર વિસ્તારમાં એક વૃદ્ધને એક ગાય દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધને ગંભીર ઇજા થવા પામી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતા હવે તંત્ર સફાળું જાગ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: રખડતા ઢોરના ત્રાસ મુદ્દે HCમાં સુનાવણી, નક્કર કાર્યવાહી કરવાની એડવોકેટ જનરલની ખાતરી

તંત્ર સફાળું જાગ્યું: રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં નિવૃત આર્મીમેનને ગાયે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવસ રાત ઢોર પકડવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. ઢોર પકડવાની કામગીરી કરતી ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સ્ટેટ રીઝર્વ પોલીસ સ્ટાફ પણ વધુ પ્રમાણમાં મૂકવામાં આવ્યો છે.

ઢોર પકડનાર ટીમ પર હુમલો: રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં વૃદ્ધને ગાયે હડફેટે લેવાની ઘટનાની હાઇકોર્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. જેને લઈને રાજકોટ કોર્પોરેશન તંત્ર પણ આકરું બન્યું છે. બીજી તરફ રાજકોટમાં ઢોર પકડવાની ટીમ પર હુમલો થવાની ઘટના પણ સામે આવી રહી છે. જેના પગલે રાજકોટ કોર્પોરેશન દ્વારા પોલીસ પ્રોટેક્શન લેવામાં આવ્યું છે. આ સાથે જ 14 જેટલા એસઆરપીના જવાનો પણ ઢોર પકડનાર ટીમ સાથે સવાર-સાંજ ફરજ બજાવશે. જેના કારણે શહેરમાં ઢોર પકડવાની કામગીરી તેજ થઈ શકે.

આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના કેસ વઘતા ગુજરાત સરકાર એલર્ટ, આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.