ETV Bharat / state

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવક થઈ શરૂ

સૌરાષ્ટ્રનું અવ્વલ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) ગોંડલના પ્રખ્યાત મરચાંની આવક નોંધાઈ હતી. જેમાં 20 કિલોના રૂપિયા 4100 થી રૂપિયા 7001સુધીના ભાવ બોલાયા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવક થઈ શરૂ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવક થઈ શરૂ
author img

By

Published : Nov 12, 2022, 4:15 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્રનું અવ્વલ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) ગોંડલના પ્રખ્યાત મરચાંની આવક નોંધાઈ હતી. જેમાં સોમવારે સિઝનના સૌપ્રથમ મરચાંની આવક નોંધાઈ હતી, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં 2 હજાર જેટલી ભારીની આવક નોંધાતા હરાજીમાં 20 કિલોના રૂપિયા 4100 થી રૂપિયા 7001 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હોવાની વિગતો સામે આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની આવક થઈ શરૂ

સારો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી: ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન (Chairman Gondal Marketing Yard) અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો માલ વેંચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતાં હોય છે. જેમાં આ યાર્ડની અંદર રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગણા, કેરેલા, સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. આ સાથે ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે, ત્યારે ગત વખતની સરખામણીમાં આ વખતે ખેડૂતોને સારો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી તેમજ સમગ્ર ભારતભરની 17 જેટલી કંપનીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાં ખરીદવા માટે આવશે.

ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળે છે: આ અંગે ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા રસિક ચારણીયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી માર્કેટ યાર્ડમાં મરચાં વેંચવા માટે આવે છે જેમણે આ વખત 10 વિઘામાં મરચાંનું વાવેતર કર્યું હતું અને હાલ 10 ભારી મરચાં લઈને યાર્ડમાં આવ્યા હતાં ત્યારે ફોરવર્ડ મરચાંના રૂ. 3000 અને સારી ક્વોલીટીના રૂ. 6000 ભાવ મળ્યા હતાં, જેથી તેમણે કહ્યું હતું કે ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળે છે જેથી કરીને ખેડૂતો મરચાં વહેંચવાનો આગ્રહ હમેશાં ગોંડલ યાર્ડમાં રાખતાં હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.