રાજકોટ: દિવાળીના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સક્રિય થયું છે અને ઠેર ઠેર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વાવડી ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી અલગ અલગ ફરસાણના કુલ 700 કિલોથી વધુના અખાદ્ય પદાર્થો ઝડપાયા હતા. જેનો ફૂડ વિભાગની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટમાં ગઈકાલે 1000 કિલો કલરવાળો વાસી મુખવાસ પણ ઝડપાયો હતો.
પેકિંગ પર એક્સપાયરી ડેટનો ઉલ્લેખ નહિ: શહેરના ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાવડી ગામ જલીયાણ ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી "માહી ફૂડ પ્રોડકટ્સ" ની ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યાં ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું. તેમજ વધુ તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાધ્ય પદાર્થનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. જ્યારે સંગ્રહ કરેલ પડતર વાસી પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું પણ સામે આવ્યું છે.
વેપારીને નોટિસ ફટકારી: આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા અહીંથી પેક્ડ ખાદ્ય પદાર્થો જેવા કે કુરકુરે જેવુ ફરસાણ (3 કિગ્રા. પેક્ડવાળા) - 285 કિ.ગ્રા., ચકરી (ફરસાણ) -300 કિ.ગ્રા., કોર્નબાઇટ -80 કિ.ગ્રા, અન્ય પડતર ફરસાણ- 50 કિ.ગ્રા. મળીને કુલ અંદાજીત 715 કિ.ગ્રા. જથ્થો પકડવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રકારનો ખાદ્ય પદાર્થ માનવ આહાર માટે યોગ્ય ન હોય આ સમગ્ર અખાધ્ય જથ્થો ફરી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતાર્થે SWM વિભાગના કોમ્પેકટર વાહનને સ્થળ પર બોલાવી ફૂડ બિઝનેશ ઓપરેટરની સંમતિથી નાશ કરવામાં આવ્યો છે. વેપારી પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામાં આવી છે. સ્થળ પરથી ચકરી (ફરસાણ-લુઝ), મરચાં પાઉડરના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 8 નમૂના લેવામાં આવ્યા :-
પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ) : સ્થળ- અમૃત મુખવાસ, પરબજાર મેઇન રોડ, રાજકોટ
મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ): સ્થળ- અમૃત મુખવાસ, પરબજાર મેઇન રોડ, રાજકોટ
ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ): સ્થળ- પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ
નંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ): સ્થળ- પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ
ચકરી (લુઝ): સ્થળ- માહી ફૂડ પ્રોડકટ્સ, ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ
મરચાં પાઉડર (લુઝ): સ્થળ- માહી ફૂડ પ્રોડકટ્સ, ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં,, રાજકોટ
ચકરી (લુઝ): સ્થળ- માહી જનરલ ફૂડ પ્રોડકટ્સ, ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ.
મરચાં પાઉડર (લુઝ): સ્થળ- માહી જનરલ ફૂડ પ્રોડકટ્સ, ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ