રાજકોટ મોરબીમાં બનેલી ઘટનામાં (Morbi Bridge Collapse) અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે અને કેટલાય પરિવારોના વહાલસોયા પણ યાદો બનીને રહી ગયા છે. તેમાં રાજકોટના હર્ષ ઝાલાવડિયા અને તેમના પત્ની મીરાંનું પણ મોત થયું હતું. હજી તો આ નવદંપતીએ 5 મહિના પહેલાં જ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી.
પરિવાર આઘાતમાં સરી પડ્યો આ નવદંપતી લગ્ન પછી માસીના ઘરે મોરબી જમવા (Morbi Bridge Collapse) માટે આવ્યા હતા. અહીંથી તેઓ ફરવા માટે ઝૂલતા પૂલ (Morbi Bridge Collapse) પર ગયા હતા ને ત્યાં તેઓ દુર્ઘટનાના ભોગ બની ગયા હતા. આ ઘટનામાં મીરા ઝાલાવડિયાનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પતિ હર્ષભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેના કારણે સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
મૃતકો બેંગ્લોરમાં કરતા હતા નોકરી મૃતક હર્ષ ઝાલાવડિયા અને મીરા ઝાલાવડિયા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. ને હાલ દિવાળીના વેકેશનમાં વતન રાજકોટ આવ્યા હતા. તેઓ રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા હતા.
પિતરાઈ ભાઈએ રોકાવાનો કર્યો હતો આગ્રહ આ ઘટના (Morbi Bridge Collapse) પહેલા શનિવારે હર્ષ તેમ જ મીરા અને માતાપિતા સાથે મોરબી (Morbi Bridge Collapse) રહેતા સંબંધીને ઘરે ગયા હતા. તેમ જ રવિવારે સવારે પરત રાજકોટ આવવા નીકળવાના હતા, પરંતુ પિતરાઈભાઈએ રોકાવાનો આગ્રહ કરતા તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા અને સાંજે તેઓ પરિવાર સાથે મોરબીના ઝૂલતા પૂલ ગયા હતા.
પૂલ એકાએક ધરાશાયી થયો મોરબીનો આ ઝૂલતો પૂલ (Morbi Bridge Collapse) એકાએક ધરાશાયી થતાં મીરા, માસિયાઈ ભાઈ અને તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું. જ્યારે માસિયાઈ ભાઈના 7 વર્ષના પૂત્રનો બચાવ થયો હતો. તેમ જ હર્ષને ઈજા થતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ત્યારે આ હર્ષને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ (Rajkot Private Hospital) ખસેડાયો હતો, પરંતુ હર્ષે પણ સારવાર દરમિયાન દમ તોડી દેતા ઝાલાવડિયા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પરિવાર મૂળ જામનગરનો મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના અને હાલ બેંગ્લોરમાં રહેતા પટેલ પરિવારની પૂત્રી મીરાં સાથે 5 મહિના પહેલાં હર્ષનાં લગ્ન થયાં હતાં. મૃતક હર્ષના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો એકનો એક દીકરો હતો અને કમાવવાવાળો દિકરો ચાલ્યો ગયો છે. મોરબી ઝૂલતા પુલ પર (Morbi Bridge Collapse) રવિવારે સર્જાયેલી દુર્ઘટનામાં રાજકોટના બાળક, મહિલા-પુરૂષ સહિત કુલ 13 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે.
આ લોકોના થયા મૃત્યુ ભૂપતભાઈ છગનભાઈ પરમાર, સૂરજ મોહનભાઇ વાલ્મીકિ, હર્ષભાઇ બાવાનજીભાઈ ઝાલાવડિયા, મીરા હર્ષભાઇ ઝાલાવડિયા, તન્મય નીતિનભાઇ વડગામા, સોહમ મનોજભાઇ દાફડા, પૃથ્વી મનોજભાઇ દાફડા, સુજલ હરેશભાઇ ચાવડા, રુક્શાના રશીદભાઇ ચૌહાણ, નીતિનભાઇ પ્રાણજીવનભાઇ વડગામા, સંગીતા ભૂપતભાઇ પરમાર, શાનિયા રશીદ ચૌહાણ, વિરાજ ભૂપતભાઇ પરમાર હોવાની વિગતો પણ આ સાથે સામે આવી છે.