- આગામી 17 માર્ચના રોજ રાજકોટ જિલ્લા અને 11 તાલુકામાં પ્રમુખો, ઉપપ્રમુખની વરણી થશે
- રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક
- રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ
રાજકોટ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાયા બાદ હવે તેમના પદાધિકારીઓની નિમણૂકનો દોર શરૂ થશે. જેને લઈને રાજકોટ જિલ્લા પંચાયત અને તેના 11 તાલુકાઓના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આગામી 17 માર્ચના રોજ યોજશે. જે બાદ સત્તાવાર રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ 11 જેટલી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવશે. જો કે, રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિમણૂકને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - રાજકોટમાં મેયર પદ માટેના પ્રબળ દાવેદર ભાનુબેન બાબરીયા સાથે ખાસ વાતચીત
જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ બિનહરીફ ચૂંટાઈ શકે
તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયત તેમજ 11 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ બિનહરીફ ચૂંટાઈ શકે છે. જ્યારે 11 તાલુકા પંચાયતમાં માત્ર જસદણ- વીંછીયા તાલુકામાં કોંગ્રેસને બહુમતી મળી છે. જ્યારે આ સિવાયની પંચાયતોમાં ભાજપને વધુ બેઠકો મળી છે.
આ પણ વાંચો - રાજકોટમાં મેયર પદ માટે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના નામની ચર્ચા
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે ચૂંટણી
જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે આગામી 17 માર્ચના રોજ ચૂંટણી યોજવાની છે. જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકાઓમાં પણ આ દિવસે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં તાલુકા પંચાયતમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે હાજર રહેશે.
આ પણ વાંચો - રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રિ-ઓડિટના પરિપત્રનો વિરોધ