ETV Bharat / state

Rajkot Crime : વાડીમાંથી ડ્રીપ ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા, રૂરલ LCB પોલીસે દસ ગુનાનો ભેદ ઉકેલ્યો - રૂરલ LCB પોલીસ PI વીવી ઓડેદરા

રાજકોટ જિલ્લાના ગોંડલ તેમજ જેતપુર વિસ્તારમાં ડ્રીપ (ટપક નળી) ચોરી થવાની અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. જે બાદ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ રૂરલ LCB પોલીસે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. ઉપરાંત 10 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જાણો વિગતો...

Rajkot Crime
Rajkot Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 2:04 PM IST

વાડીમાંથી ડ્રીપ ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

રાજકોટ : ગોંડલ તેમજ જેતપુર વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના ખેતરોમાં રહેલા ડ્રીપની ચોરી થવાની ઘટના સામે આવતી હતી. જેને લઈને ચોરી થવાની આ ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ડ્રીપ ચોરી થવાની આ ઘટના અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ સમગ્ર બાબતે રાજકોટ રૂરલ LCB પોલીસ સ્ટાફ દ્વારા ડ્રીપ ચોરીનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન બાતમી મળતા રૂરલ LCB પોલીસે ત્રણ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે. જેમાં 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સામે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ડ્રીપ ચોરીના બનાવ : આ અંગે રાજકોટ રૂરલ LCB પોલીસ PI વી.વી. ઓડેદરાનો ETV BHARAT ના પ્રતિનિધિએ સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તાર તેમજ જેતપુર વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ટપક સિંચાઈ પદ્ધતિનો ખેતીમાં ઉપયોગ થાય છે. જેમાં ઉપયોગમાં લેવાતી ટપક નળીઓની ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જે અંગેની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં રાજકોટ LCB પોલીસ સ્ટાફ ચોરી અંગેનો ભેદ ખોલવા માટેની તજવીજ શરૂ કરી હતી.

આ તપાસ દરમિયાન બાતમી મળી હતી. બાતમી મળતા ગોંડલના અનીડા ગામે જામકંડોરણા રોડ પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ અને તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉપરાંત અલગ અલગ દસ જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.-- વી.વી. ઓડેદરા (PI,રાજકોટ રૂરલ LCB)

ત્રણ આરોપી ઝડપાયા : રાજકોટ રૂરલ LCB પોલીસના PSI એચ.સી. ગોહિલ તથા હેડ કોન્સ્ટે. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, કોન્સ્ટે. ભાવેશભાઈ મકવાણાને સંયુક્ત હકીકત મળતા વિજય દિલીપભાઈ ડાભી, વિમલ કિશોરભાઈ સોલંકી, અનિલ ભુપતભાઈ ડાભી નામના ત્રણ વ્યકિતઓને ઝડપી લીધા હતા. જેમાં દસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે.

10 ચોરીના ગુના : ચોરીના ગુનામાં ઝડપાયેલ ત્રણ ઈસમો શાકભાજીનો વ્યવસાય કરતા હોવાની માહિતી સામે આવી છે. આર્થિક તકલીફ ઊભી થતાં તેઓએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ઝડપાયેલ ઈસમોની હાલ કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આ ત્રણ ઈસમોને ઝડપી લેતા રાજકોટ રૂરલ LCB પોલીસે ગોંડલ તેમજ જેતપુર વિસ્તારમાંથી થયેલ દસ જેટલી ચોરી ભેદ ખોલી ચોરાયેલા 375 ડ્રીપનો ભેદ ઉકેલી કાઢયો છે.

  1. Rajkot Crime: સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને રૂરલ એલસીબી પોલીસે કરી રેડ, 11.47 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
  2. Rajkot Crime : ગોંડલમાં LCBએ સિંઘમ સ્ટાઇલમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું, 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.