ETV Bharat / state

Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો - રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દારુ ઝડપાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દારુ ઝડપાયો છે. સિવિલ હોસ્પિટલની આ ઘટનામાં 3 પેટી વિદેશી દારુ ઝડપાયો છે. મેડિકલ સ્ટોરની નજીક દારુની બોટલો રાખીને ઉભેલા ઇસમની પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો

author img

By

Published : Mar 1, 2023, 6:24 PM IST

હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડને થતા તેને આ શખ્સની પૂછપરછ કરી હતી

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. જ્યારે હોસ્પિટલમાંથી દારૂ ઝડપાવવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે એક ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મેડિકલ સ્ટોરની નજીક દારુની બોટલો રાખીને ઉભેલા ઇસમની પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

સવારે જાહેરમાં દારૂ લઈને ઉભો હતો ઈસમ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવારના 07:00 વાગ્યાની આસપાસ કમલેશ નામનો ઈસમ મેડિકલ સ્ટોર નજીક જાહેરમાં જ દારૂની બોટલો રાખીને ઊભો હતો. જે અંગેની જાણ પોલીસને થતા તાત્કાલિક પ્રદ્યુમન નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે તેની પાસેથી 11 જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ગુનો નોંધીને ઇસમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો

પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં નોંધાયો ગુનો : પ્રદ્યુમનનગર પોલીસે 11 દારૂની બોટલો સાથે કમલેશ નામના ઇસમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને સિવિલ હોસ્પિટલ નજીકના જ ખંઢેર મકાનમાં વધુ દારૂ છૂપાવ્યો હોવાની વાત કરી હતી. જેને લઈને પોલીસ દ્વારા આ સ્થળ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ત્રણ પેટી જેટલો વિદેશી દારૂ પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ એક ડોક્ટર દારૂ પીને દર્દીઓની તપાસ કરતો હતો. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Rajkot Civil Hospital : દારુ પીને દર્દીઓને તપાસનાર ડોક્ટરને ફરજ મુક્ત કરાયા, સરકારને રીપોર્ટ મોકલાયો

સિક્યુરિટી ગાર્ડ પોલીસને જાણ કરી : સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો આર એસ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારના 7:45 થી 7ની વચ્ચે સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટની બીજી સાઈડમાં એક અજાણ્યો ઈસમ પોતાની સાથે એક દારૂની પેટી લઈને બેઠો હતો. જેની જાણ અમારા હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડને થતા તેને આ શખ્સની પૂછપરછ કરી હતી. જેમાં શંકાસ્પદ ભૂમિકા લાગતા સિક્યુરિટી ગાડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની બોટલ સિવિલ હોસ્પિટલની અંદરથી કોઈપણ જગ્યાએથી પકડાઈ નથી જેની સ્પષ્ટતા કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.