રાજકોટ: કરંસી નોટને લઈ અનેક વખત અસલી નકલીના ખેલ ખેલાતા હોય છે. પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીને આધારે લાખો રૂપિયાની નકલી નોટ પકડાઈ છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી નોટ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. બે અલગ અલગ જગ્યાએથી પોલીસે 23 લાખથી વધુની રૂપિયા 100 અને રૂપિયા 500ની નકલી નોટ ઝડપી પાડી છે.
નકલી નોટ તૈયાર કરતાઃ જ્યારે ઝડપાયેલા ઈસમો દ્વારા જ આ નકલી નોટો બનાવવામાં આવતી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ ઇસમોની ધરપકડ કરીને તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે કેટલા સમયથી આઇસમો દ્વારા નકલી નોટો બનાવવામાં આવી છે અને અત્યાર સુધીમાં કેટલી નોટો બનાવી છે તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હેડ કોસ્ટેબલ એવા હરપાલસિંહ જશુભા જાડેજા અને કોસ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે, નકલી નોટ છપાઈ રહી છે.
ટીમ સાથે દરોડા પાડ્યાઃ શહેરના સાધુ વાસવાની રોડ ઉપર આવેલા નીરા ડેરી નામની દુકાનમાં નકલી નોટનો જથ્થો આવ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા અહીંયા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દુકાનમાંથી રૂપિયા 500ની 200 જેટલી નકલી નોટો સાથે બે શખ્સો ઝડપાયા હતા. જેમની વધુ પૂછપરછ કરતા આ બંને શખ્સો મોરબી રોડ ઉપર આવેલા અમૃતા પાર્ક મેઇન રોડ રહેતા નિકુંજ અમરસિંહ ભાલોડીયા નામના શખ્સ પાસેથી લઈને આવ્યા છે. જે આધારે પોલીસે તેના ઘરે ઘરેડો પાડ્યો હતો.
નકલી નોટ મળી આવીઃ ઘરમાંથી પણ પોલીસે મોટી માત્રામાં નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે કુલ 23,44,500ની નકલી નોટો ઝડપાઈ છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિકુંજ અમરશીભાઈ ભાલોડીયા, વિશાલ બાબુભાઈ ગઢીયા અને વિશાલ વસંતભાઈ બુદ્ધદેવ નામના આરોપીઓની હાલ વધુ પૂછપરછ શરૂ છે. જ્યારે આ શખ્સો પાસેથી રૂપિયા 500ની 4622 નકલી નોટ જ્યારે રૂપિયા 100ની 335 નકલી નોટ એક પ્રિન્ટર બે મોબાઈલ અને એક કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નોટ સ્કેન કરતાઃ પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે મોરબી રોડ ઉપર રહેતા નિકુંજ અમરશીભાઈ ભાલોડીયા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે અલગ અલગ રૂપિયાની ઓરીજન નોટોને સ્કેન કરતો હતો. તેની જેપીજી ફાઈલ ફોટોશોપમાં એડીટીંગ કરીને તેની કલર પ્રિન્ટ કાઢતો હતો. આ રીતે તે નકલી નોટ બનાવતો હતો. આ શખ્સ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રમાણે કેટલી નકલી નોટો બનાવવામાં આવી છે. કોને કોનેઆ નકલી નોટો આપવામાં આવી છે તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
પોલિસનું નિવેદન : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મોટા પાયે શહેરમાં કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને નકલી નોટો બનાવવામાં આવી રહી છે. જેમાં એક લાખની નકલી નોટો સામે રૂ.35,000 લઈને તે આપવામાં આવતી હતી. જેના કારણે ભારતના અર્થતંત્રને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું. જેના આધારે પોલીસે દરોડો પાડીને પ્રથમ બે આરોપી એવા વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવ પાસેથી અંદાજિત બે લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. ત્યારબાદ આ બંને ઇસમોની પૂછપરછ કરતા નિકુંજ ભાલડીયા નામના શખ્સ દ્વારા તેમના ચલની નોટ આપવામાં આવ્યો એનું સામે આવ્યું હતું. જ્યારે નિકુંજના ઘરે દોરડો પાડવામાં આવ્યો, જ્યાંથી 21 લાખથી વધુની નકલી નોટો પકડાઈ હતી. આ મામલે નિકુંજ મની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તે ધંધામાં ભાંગી પડ્યો હતો જેના કારણે અલગ અલગ સાઈટ ઉપરથી તેને નકલી નોટ બનાવવાનું શીખ્યું હતું. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી તેણે આ નકલી નોટ બનાવવાનું કામ શરૂ રહ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં તેને આ નકલી નોટો કોને કોને વેચી છે તે મામલે હજુ તપાસ શરૂ છે.