જે અનુસાર 4 નવેમ્બરના રોજ બન્ને ક્રિકેટ ટિમો ચાર્ટર પ્લેન મારફતે દિલ્હીથી રાજકોટ પહોંચશે. ત્યારબાદ 5 અને 6 નવેમ્બરે બાંગ્લાદેશની ટિમ સવારના સેશનમાં પ્રેક્ટિસ કરશે ત્યારબાદ સાંજના સેશનમાં ઇન્ડિયન ટિમ પોતાનો પરસેવો પાડશે. આ મેચ નિહાળવા માટેની ટિકિટનું ઓનલાઈન વહેંચાણ 21 ઓક્ટોમ્બરથી થશે. જ્યારે ટિકિટ વહેંચાણ અર્થે કાઉન્ટર પણ ખોલવામાં આવશે. સામાન્ય રીતે ટિકિટનો ભાવ રૂ.400થી લઈને 6 હજાર સુધીનો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ક્રિકેટ ટિમ રાજકોટને આંગણે પ્રથમવાર ક્રિકેટ મેચ રમનાર છે. જ્યારે લાંબા સમય બાદ રાજકોટમાં ઓન આંતરરાષ્ટ્રીય T20 મેચ યોજવાનો છે. જેને લાઈમે ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.