રાજકોટ: મહાનગરપાલિકા વોર્ડ નંબર-12ના કોંગી કોર્પોરેટર વિજય બાબુભાઇ વાંક દ્વારા સોમવારે વિસ્તારના જરૂરિયાત મંદ 3500 જેટલા પરિવારને ડુંગળીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકોને 7-7 કિલો ડુંગળી આપવામાં આવનાર હતી. જેને લઈને સવારમાં જ અંદાજીત 10થી 12 લોકોને ડુંગળી આપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સની સમસ્યા સર્જાઇ હોવાથી પોલીસે કોંગી કોર્પોરેટર વિજય વાંકની અટકાયત કરી હતી. જેને કરાણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષીનેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં નિઃશુલ્ક ડુંગળી આપવામાં આવી રહી છે. જે જાણીને મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી.