ETV Bharat / state

રાજકોટ કલેક્ટર દ્વારા અશાંતધારા વિસ્તારમાં ખરીદી વહેંચાણ માટે 100 ફાઈલો મંજૂર - અશાંતધારા વિસ્તારમાં ખરીદી વહેંચાણ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 એટલે કે ગાંધીગ્રામથી એરપોર્ટ રોડ સુધીના વિસ્તારોમાં આવતી સોસાયટીઓમાં અશાંતધારા લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે અશાંતધારા હજુ લાગુ હોય ત્યારે આ વિસ્તારમાં સ્થાનિકો સ્થાવર મિલકતને ખરીદી અને વહેતી શકાતી નથી. આ મિલ્કત ખરીદી અને વહેંચવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડતી હોય છે.

અશાંતધારા વિસ્તારમાં ખરીદી વહેંચાણ માટે 100 ફાઈલો મંજૂર

author img

By

Published : Jul 29, 2021, 12:20 PM IST

કલેક્ટર દ્વારા અશાંતધારા વિસ્તારમાં ખરીદી વહેંચાણ માટે 100 ફાઈલો મંજૂર

સોસાયટીઓમાં અશાંતધારા લાગુ

અશાંતધારા વિસ્તારમાં 100 જેટલા ખરીદી વેચાણ વ્યવહારોને મંજૂરી

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 એટલે કે ગાંધીગ્રામથી એરપોર્ટ રોડ સુધીના વિસ્તારોમાં આવતી સોસાયટીઓમાં અશાંતધારા લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે અશાંતધારા હજુ લાગુ હોય ત્યારે આ વિસ્તારમાં સ્થાનિકો સ્થાવર મિલકતને ખરીદી અને વહેતી શકાતી નથી. આ મિલ્કત ખરીદી અને વહેંચવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટના અગાઉના કલેકટર રેમ્યા મોહનની જગ્યાએ અરુણ મહેશબાબુએ નવા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા મોટાભાગના વ્યવહાર આ વિસ્તારમાં અટકી ગયા હતા. જેને ગઈકાલે જ જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

એકસાથે 100 જેટલી ફાઈલો કરી મંજૂર

રાજકોટની 28 સોસાયટીમાં હાલ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે કલેકટરની બદલી થતાં આ વિસ્તારમાં ખરીદ વેચાણની પ્રક્રિયા અટકી પડી હતી. જેને ગઈકાલે કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા મંજૂરી આપવામાં આવતા એકીસાથે 100 જેટલી ફાઇલોની નિકાલ થયો છે. જ્યારે એક સાથે આટલી સંખ્યામાં મંજૂરી આપવામાં આવતા અરજદારો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. કલેકટર કચેરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હજુ પણ 90 જેટલી આ પ્રકારની ફાઈલો પેન્ડિંગ છે. જેને આગામી દિવસોમા મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 7:સતીશ કુમારે 91 કિલોશ્રેણીમાં 4-1થી એકતરફી જીત મેળવી

એક જ ધર્મના લોકો વચ્ચેના વ્યવહારને અપાઈ મંજૂરી

જિલ્લા કલેકટર દ્વારા અશાંતધારા વિસ્તારમાં 100 જેટલા ખરીદી વેચાણ વ્યવહારોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોટાભાગના હિંદુ ધર્મના લોકો હિન્દુ ધર્મના લોકોને સાથે ખરીદી વેચાણ કરી શકે છે. તેમજ મુસ્લિમ ધર્મના લોકો મુસ્લિમ ધર્મના લોકો સાથે જ ખરીદી વેચાણ કરી રહ્યા હોવાના વ્યવહારોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે થઈ રહેલા ખરીદી વેચાણ વ્યવહારોને હજુ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. જેમાં પોલીસ અને મામલતદારના અભિપ્રાય બાદ આ મંજૂરી આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે એટલે કે સો જેટલા વ્યવહારને મંજૂરી આપે છે અને 50 હિન્દૂ મુસ્લિમ સહિત કુલ 90 જેટલી ફાઈલો હજુ પેન્ડિંગ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

28 સોસાયટીમાં છે અશાંતધારો

રાજકોટની 28 જેટલી સોસાયટીમાં આ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં રૈયારોડ, રેસકોર્સ રિંગરોડ, એરપોર્ટ રોડ પર આવેલી મોટાભાગની સોસાયટીઓનો સમાવેશ થાય છે. છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરુનગર, સિંચાઇનગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્સ પાર્ક સહિતની સોસાયટીનો સમાવેશ થાય છે. જ્યાં હાલમાં પણ અશાંતધારો લાગુ છે. જ્યારે આ વિસ્તારમાં કોઈપણ મિલકત કલેક્ટરની મંજૂરી વગર ખરીદી વહેંચી શકાતી નથી. તેમજ કલેક્ટરની મંજૂરી વગર કરવામાં આવેલી કાર્યવાહી માન્ય રહેતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.