- રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દર્દી જમીન પર સારવાર લેવા મજબુર
- સારવાર માટે દર્દીઓને 24 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે
- રાજકોટને દરરોજ 110 ટન ઓક્સિજનની જરૂર
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળી રહ્યું છે. સતત સંક્રમણ વધતાં રાજકોટ સિવિલ અને ખાનગી તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલ જોવા મળી રહ્યાં છે અને સારવાર માટે દર્દીઓને 24 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. એવી સ્થિતિ સર્જાઈ છે. એમાં લાઇનમાં ઊભા રહેલા દર્દીને સમયસર સારવાર ન મળતાં તબિયત વધુ લથડતી જતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે ગુરુવારે સવારના સમયે સિવિલ હોસ્પિટલ બહાર લાઇનમાં ઊભા રહેલા એક દર્દીની તબિયત અચાનક લથડી અને ઓક્સિજન લેવલ નીચું જતું રહ્યું હતું, આથી હાજર લોકોએ દર્દીને પ્રાથમિક સારવાર આપી હતી અને જમીન પર જ સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી જમીન પર સારવાર લેવા મજબૂર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જમીન પર સારવાર લેતા હોય તેવી ઘટના સામે આવી
રાજકોટ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલમાં સવારના સમયે કરુણ દ્રષ્યો દેખાયા હતા. કેટલાક દર્દીઓને વાહનની વ્યવસ્થાને લઈને પણ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દર્દીના મોઢામાં ઓક્સિજન પરિવારજનોએ પકડ્યો અને એક વ્યક્તિના હાથમાં બાટલો અતિ કરુણ દ્રષ્યો કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જમીન પર સારવાર લેતા હોય તેવી ઘટના સામે આવી છે. કહી શકાય છે કે, દર્દીઓને બેડ નહીં મળવાના કારણે આ પ્રકારનાં દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં તંત્ર લાચાર, દર્દીઓ ઘરેથી ખાટલા લઇને હોસ્પિટલની બહાર સારવાર લેવા મજબૂર
રાજકોટને દરરોજ 110 ટન ઓક્સિજનની જરૂર છે. ત્યારે રાજકોટમાં માત્ર 16 ટનનું જ ઉત્પાદન થાય છે
સતત સંક્રમણ વધતાં રાજકોટ સિવિલ અને ખાનગી તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલ જોવા મળી રહ્યાં છે અને સારવાર માટે દર્દીઓને 24 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે દર્દીના સગા પણ ઓક્સિજન મેળવવા માટે વલખા મારી રહ્યા છે, કારણ કે ઓક્સિજનની રાજકોટમાં પણ અછત જોવા મળી રહી છે. રાજકોટને દરરોજ 110 ટન ઓક્સિજનની જરૂર છે. ત્યારે રાજકોટમાં માત્ર 16 ટનનું જ ઉત્પાદન થાય છે.