રાજકોટ: ઘણી વખત સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે પોતાના જ પરિવારના સભ્યનો મૃતદેહ પડ્યો હોય પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરી શકતા નથી. કારણ કે સરકારી તંત્ર લોકોને આ હદ સુધી મજબૂરી કરવા મજબૂર કરી દેઇ છે. જેના કારણે પરિવારના પ્રિયજનના અંતિમ સંસ્કાર સમયસર થઇ શકતા નથી. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન ડાયરેક્ટર જાવરીમલ બીશ્નોઈના આપઘાત બાદ પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ સ્વિકારવામાં આવ્યો નહોતો. પરિવાર પરિવારજનો પોતાની માંગણી સાથે ખાતે ધરણા પર બેઠા હતા. તંત્ર દ્રારા તેમની માંગણીઓનો સ્વિકારવામાં આવતા 36 કલાક બાદ મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો.
મૃતદેહ પરિવારે સ્વીકાર્યો: રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન ડાયરેક્ટર જાવરીમલ બીશ્નોઈના આપઘાત બાદ પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ સ્વિકારવામાં આવ્યો ન હતો. પરિવારજનો પોતાની માંગણી સાથે પોસ્ટમાર્ટમ રૂમ ખાતે ધરણા પર બેઠા હતા. તેમની માંગણી હતી કે સમગ્ર ઘટના મામલે જ્યુડિશિયલ ઇન્કવારી કરવામાં આવે અને મૃતકનું પોસ્ટમાર્ટમ પણ SDMની હાજરીમાં કરવામાં આવે. આ બન્ને માંગ આખરી તંત્ર દ્વારા સ્વિકારવામાં આવતા બીશ્નોઈ પરિવાર દ્વારા જાવરીમલના મૃતદેહનો સ્વિકાર કરી મોડી રાતે રાજસ્થાનના બિકાનેર ખાતે જવા રવાના થયા હતા.
હત્યા કરવામાં આવી: આ ઘટનામાં અમારી મુખ્ય બે માંગ હતી. જેમાં પહેલી હતી કે આ કેસમાં જ્યુડિશિયલ ઇન્કવારી થાય જે માંગ તંત્ર દ્વારા સ્વિકારવામાં આવી છે. SDM દ્વારા આ મામલે જ્યુડિશિયલ ઇન્કવારી શરૂ કરવામાં આવી છે. જેમાં પીએમ પણ તેમની હાજરીમાં કેમેરા સાથે કરવામાં આવ્યું છે. આ સાથે જ CBI દ્વારા જે પણ અમારા પરિવાર સાથે કરવામાં આવ્યું છે. અમારા ભાઈની જેવી રીતે હત્યા કરવામાં આવી છે. તે તમામ બાબતોની જ્યુડિશિયલ ઇન્કવારી શરૂ કરવામાં આવી છે. હાલ અમે અમારા ભાઇનો મૃતદેહ સ્વીકારી લીધો છે અને તેને બિકાનેર રાજસ્થાન ખાતે લઈ જઈ રહ્યા છીએ.--અભિજિત મિશ્રા, વકીલ, બીશ્નોઈ પરિવાર
આ પણ વાંચો Rajkot News : કોર્પોરેશને માંગણી સ્વીકારતા માંડ માંડ સફાઈ કર્મી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો
પરિવારજનોની માંગ સ્વિકારવામાં આવી: ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બીશ્નોઈનું જે અકસ્માતે મોત થયું હતું. જે મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ મથક ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ કેસ મામલે મૃતક જોઈન્ટ ડાયરેક્ટરના પત્ની અને બાળકોને નિવેદન લેવા માટે પોલીસ દ્વારા બોલવામાં આવ્યા હતા. તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. હાલ આ કેસ મામલે તપાસ શરૂ છે. આ કેસ મામલે બીશ્નોઈ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્યુડિશિયલ ઇન્કવારી કરવામાં આવે તે અંગેનો ઓર્ડર થઈ ગયો છે. હવે આ મામલે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે--ભાર્ગવ પંડ્યા, એસીપી
50 લાખની કેશઃ એક અંદાજ પ્રમાણે રોકડ રૂપિયા 50 લાખ સીબીઆઇની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે છટકા દરમિયાન પાંચ લાખ રૂપિયા રોકડા જે.એમ બીશ્નોઈને લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે આ મામલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.