ETV Bharat / state

Rajkot News : મનપાના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરવાનો લેટર મામલે રાજકારણ ગરમાયું - રાજકોટમાં મહાનગરપાલિકા

રાજકોટ મનપા કમિશનર દ્વારા ભાનુ સોરાણીને ઓફિસ, સરકારી કાર જમા કરાવવા માટેનો લેટર મામલે રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે મહામંત્રી રાજપૂતે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોઈપણ પક્ષના સભ્યો ચૂંટાઈ તેમને ક્યાંય સ્થાન ન મળવું જોઈએ. માત્ર ભાજપમાં મળવું જોઈએ.

Rajkot News : મનપાના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરવાનો લેટર મામલે રાજકારણ ગરમાયું

author img

By

Published : Apr 26, 2023, 3:36 PM IST

રાજકોટમાં મનપાના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરવાનું કહેવાયું

રાજકોટ : રાજકોટમાં મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ભાનુ સોરાણીને મનપા કમિશનર દ્વારા ઓફિસ અને સરકારી કાર જમા કરાવવા માટેનો લેટર આપવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે કોંગ્રેસ દ્વારા મનપા ખાતે વિપક્ષનું કાર્યલય અને સરકારી ગાડીને જમા કરાવવામાં આવશે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યારે ગત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન 68 જેટલી બેઠક પર ભાજપના કોર્પોરેટર ચૂંટાયા હતા અને 4 બેઠક પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા.

સરકારી ગાડી જમા : એવામાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં ભળી ગયા હતા. જેના કારણે કોંગ્રેસના માત્ર 2 જ કોર્પોરેટર રહ્યા હતા. એવામાં છેલ્લા બે વર્ષથી રાજકોટ મનપામાં કોંગ્રેસ કોર્પોરેટર એવા ભાનુ સુરાણી વિપક્ષનું પદ ભોગવતા હતા, પરંતુ હવે તેમની મનપાની વિપક્ષી ઓફિસ અને સરકારી ગાડી પરત જમા કરાવવા માટેની તજવીજ કોર્પોરેશનના કમિશનર દ્વારા કરવામાં આવી છે.

બે જ કોંગ્રેસના કોર્પોરેટર : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ 72 બેઠકોમાંથી ભાજપને 68 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. એવામાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ આમ આદમી પાર્ટીમાં ભળી ગયા હતા. જેના કારણે કોંગ્રેસ પાસે માત્ર 2 જ કોર્પોરેટર રહ્યા હતા. જેમાં ભાનુબેન સુરાણી અને મકબુલ દાઉદાણીનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ

કાર પરત લેવાનો નિર્ણય : જ્યારે ભાનુબેન સુરાણી મનપામા વિપક્ષી નેતાનું પદ ભોગવી રહ્યા હતા અને તેમને કોર્પોરેશન દ્વારા વિપક્ષી નેતાની ઓફિસ અને કાર પણ ફાળવાઇ હતી. જ્યારે છેલ્લા બે વર્ષથી તેઓ આ પદ પર કાર્યરત હતા, પરંતુ હવે રાજકોટના મેયર દ્વારા વિપક્ષી નેતા પાસેથી ઓફિસ અને કાર પરત લેવા માટેનો કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઇને કમિશનર દ્વારા આ મામલે વિપક્ષે નેતાને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : CPR Training : વર્લ્ડ બુક એવોર્ડ દ્વારા CPR ટ્રેનિંગ મેળવેલા કાર્યકર્તાઓને કરાયા સન્માનિત

ભાજપ પર આક્ષેપ : આ મામલે કોંગ્રેસના મહામંત્રી એવા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા સેક્રેટરી દ્વારા મનપા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે આ મામલે મને જાણ થઈ છે કે, કમિશનર દ્વારા કોંગ્રેસના વિપક્ષ નેતાને ઓફિસ અને કાર જમા કરાવી દેવા માટેના લેટર હાલ આપવામાં આવ્યા છે. તેને લઈને આ મામલે અમારે જે પણ કાર્યવાહી કરવાની હોય તે શરૂ કરાઈ, પરંતુ હાલ આ પ્રકારની પરિસ્થિતિને લઈને હું સ્પષ્ટપણે માનું છું કે, નેશનલ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠક વ્યવસ્થા માટે કોર્પોરેશન દ્વારા આ કાર્યાલય તેમને આપવું જોઈએ. જ્યારે આ પ્રકારની વાત સામે આવતા એવું લાગી રહ્યું છે કે કોઈપણ પક્ષના સભ્યો ચૂંટાઈ, પરંતુ તેમને ક્યાંય પણ સ્થાન ન મળવું જોઈએ. માત્ર ભારતીય જનતા પાર્ટીના જ સભ્યોને સ્થાન મળવું જોઈએ આ તેવી વાત છે. આ સાથે જ મહેશ રાજપૂત દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.