રાજકોટમાં દિવસેને દિવસે ગુન્હાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટના સામે એવું છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલ એક બેંક ATM ઉપાડી જવાનો અજાણ્યા ઈસમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રે અજાણ્યાં બુકાનીધારી ઈસમોએ અટીકા વિસ્તારમાં આવેલ બેંકના ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ATM નહીં તૂટતા આ ઈસમોએ આખે આખું બેંક ATM ઉપાડ્યું હતું પરંતુ વહેલી સવાર થઈ જતા ઈસમો મશીન પડતું મૂકીને નાસી છૂટ્યા હતાં.
ઘટના બાદ વહેલી સવારે રોજની જેમ ATMનો સિક્યુરિટી મેન આવતા તેણે બેંકના અધિકારીઓને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘોરણે ઘટના સ્થળે આવી પહોચીને સમગ્ર તપાસ હાથ ધરી હતી.