ETV Bharat / state

Rajkot Crime: ખાતરના કોથળાની આડમાં સંતાડેલો 46 લાખનો દારૂના SMCએ કર્યો જપ્ત, સ્થાનિક પોલીસની ઊંઘતી સાબિત કરી

રાજકોટના ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખાતરના કોથળાની આડમાં સંતાડાયેલા દારૂ, બિયરના જથ્થાને ઝડપી પાડ્યો છે. ગોંડલના ચોથા દરોડામાં ફરી એકવાર મોટા પ્રમાણમાં દારુ ઝડપાતા સ્થાનિક પોલીસને ઊંઘતી સાબિત કરી બતાવી છે.

Rajkot Crime: ખાતરના કોથળાની આડમાં સંતાડેલો 46 લાખનો દારૂના SMCએ કર્યો જપ્ત, સ્થાનિક પોલીસની ઊંઘતી સાબિત કરી
Rajkot Crime: ખાતરના કોથળાની આડમાં સંતાડેલો 46 લાખનો દારૂના SMCએ કર્યો જપ્ત, સ્થાનિક પોલીસની ઊંઘતી સાબિત કરી
author img

By

Published : Jul 15, 2023, 6:15 PM IST

રાજકોટ : ગોંડલના ગુંદાળા ગામથી પાટીદાર જવાના રસ્તા પર રિદ્ધિ સિદ્ધિ નામના ત્રણ નંબરના વેરહાઉસની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડો પાડીને દારૂની બોટલો તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન 46 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો તેમજ અન્ય સામાન સહિત 88 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ આ સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

રાજકોટના ગુંદાળા ગામથી પાટીદાર ગામ જવાના રસ્તા પર આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોય અને કટીંગ થવાનું હોય તેવી બાતમી મળતા સમગ્ર બાબતે દરોડા કરવામાં આવ્યા હતા. - રાકેશ કુમાર અમૃતવાવ (ASI, સ્ટેટ મોનિટરિંગ સેલ)

સ્થાનિક પોલીસને ઊંઘતી : ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા દરોડામાં દારૂ બિયરના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા જથ્થા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનિલ બીશ્નોય, સંદીપ મારવાડી અને દિનેશકુમાર કેશારામભાઈ કાછેલા નામના ત્રણ લોકો સામે ગુનો નોંધી સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ તાલુકા વિસ્તારમાં SMC દ્વારા સૌ પ્રથમ બેટાવડ, કમઢીયા, બીલીયાળા અને ગુંદાળા પાસે ચોથા દરોડામાં ફરી એકવાર મોટા પ્રમાણમાં જથ્થો ઝડપીને સ્થાનિક પોલીસને ઊંઘતી સાબિત કરી બતાવી છે.

પોલીસની સફેદી લોકો સમક્ષ : ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ સરકાર અને તંત્ર મોટા પાયે વાતો કરતી નજરે પડે છે, પરંતુ ક્યારેક મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ વિસ્તારમાં ઝડપાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગોંડલમાં હાલ ચોથી વખત લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઝડપાયેલા દારૂબિયારના જથ્થાએ સતત ચોથી વખત સ્થાનિક તેમજ જિલ્લા પોલીસની કડક કામગીરીની સફેદી લોકો સમક્ષ રાખી દીધી છે.

ગોળગોળ કામ :વિસ્તારમાં ચાલતા લોલમ લોલ અને ગોળગોળ કામને સાબિત કરીને કરવામાં આવેલ દરોડા મોટો પર્દાફાશ કરી નાખ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, થોડા દિવસ પૂર્વે પડેલા દરોડામાં નાના પોલીસ કર્મચારીઓ પર પગલાં લેવાયા હતા. જે બાદ અહી ફરી એક વખત ગોંડલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડતા કોના પર કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલાને છાવરી લેવામાં આવે છે તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે.

  1. Geniben Thakor: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ફરીયાદ
  2. Ahmedabad Crime News : ઓઢવમાં દારૂનું કટિંગ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો
  3. Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.