રાજકોટ : ગુજરાતમાં માત્ર એક રાજકોટને જ કેન્દ્ર સરકાર દ્વારા AIIMSની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટના જામનગર રોડ ખાતે આવેલા પરાપીપળીયા ગામ નજીક 200 એકર જમીન પર AIIMSનું નિર્માણ થવાનું છે. જેને લઈને AIIMS દ્વારા લે આઉટ પ્લાનને રૂડા ખાતે મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. જેના પણ RUDAએ મંજૂરીની મહોર મારી છે.
AIIMS માટે 19 બિલ્ડિંગ બનાવામાં આવશે
RUDAમાં AIIMSના આર્કિટેક્ચર દ્વારા લે આઉટ પ્લાનને મૂકવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલી બિલ્ડિંગ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે AIIMSમાં આંતરિક રસ્તાઓ, પોલીસ ચોકી, સ્ટાફ માટેની રહેણાંક કોલોની, ફાયર સેફટી સુવિધા, વાહન પાર્કિંગ સહિતની જોગવાઈ પણ લે આઉટમાં જોવા મળી છે. તેમજ આગામી દિવસોમાં 19 બિલ્ડિંગ્સના પ્લાન પણ તબક્કાવાર મંજૂર થવાના છે.
શુ કહે છે રાજકોટ RUDAના અધિકારી?
રાજ્ય સરકાર તરફથી રાજકોટના પરાપીપળિયા નજીક AIIMSના બાંધકામ માટે જગ્યા ફાળવામાં આવી છે. જેને લઈને AIIMSના સત્તાધીસો દ્વારા AIIMSના બાંધકામ માટેના માસ્ટર લે આઉટ પ્લાનની મંજૂરી માંગવામાં આવી હતી. જેની RUDA દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. તેમજ AIIMSના નિર્માણ દરમિયાન તેની મુખ્ય બિલ્ડિંગ, રેસિડેન્ટ બિલ્ડિંગ અને હોસ્ટેલ સહિતની બિલ્ડિંગ ક્યાં આવશે તે અંગેની માહિતી પણ આ લે આઉટમાં આપવામાં આવી છે. જેની RUDA દ્વારા ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. હાલ 19 વિવિધ પ્રકારની બિલ્ડિંગ સાથે રોડ રસ્તા સહિતની વિગતો સાથેનો નક્શો RUDA ખાતે AIIMS દ્વારા અઓવામાં આવ્યો છે. તેમજ આ નક્શા મુજબ અહીં રોડ રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 19 બિલ્ડિંગ માટે વિગતવાર મંજૂરી માંગવામાં આવશે, તેને પણ એક બાદ એક RUDA દ્વારા મંજૂરી આપવામાં આવશે.
1200 કરોડના ખર્ચે થશે રાજકોટમાં AIIMSનું નિર્માણ
રાજકોટના પરાપીપડિયા ગામ નજીક અંદાજીત 200 એકર જમીન પર વિશાલ AIIMS તૈયાર કરવામાં આવશે. જે 750 બેડની ક્ષમતા ધરાવતું હશે. તેમજ અલગ અલગ સુપર સ્પેશિયાલિટી વિભાગો અને આધુનિક ઓપરેશન થિએટર્સ પણ અહીં જોવા મળશે. સરકાર દ્વારા અંદાજીત રૂપિયા 1250 કરોડના ખર્ચે આ AIIMSનું નિર્માણ આગામી દિવસોમાં કરવામાં આવશે. જેનું કામ અત્યારથી શરૂ કરવામાં આવ્યું છે. જેનો સીધો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને થશે.
મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજકોટ AIIMSમાં ચાલુ વર્ષે અપાશે પ્રવેશ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં માત્ર રાજકોટને જ AIIMS ફાળવામાં આવી છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેરના જામનગર રોડ ખાતે આવેલા પરાપીપળિયા નજીક AIIMS માટેની જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષથી જ રાજકોટ AIIMS માટે 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સરકાર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે.
3 ડિસેમ્બર, 2019 - ETV Exclusieve: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નિર્માણ થશે AIIMS હોસ્પિટલ
ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ દિલ્હીથી આવેલા અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટના વર્તમાન સિવિલ સુપ્રીટેન્ડ મનીષ મહેતા પણઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ETV ભારત દ્વારા એઈમ્સને લઈને મનીષ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી.
6 ફેબ્રુઆરી, 2020- રાજકોટમાં મેડિકલ કોલેજની ચર્ચા અંગે દિલ્હી AIIMSની બેઠક
રાજકોટ: શહેરમાં આગમી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સનું નિર્માણ થનાર છે. જેને લઈને આજે દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટ ખાતે પહોચી હતી. સિવિલ હોસ્પિટલમાં એઈમ્સની ટીમની સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા અને મેડીકલ કૉલેજના ડીન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં AIIMS હસ્તકની મેડિકલ કોલેજ બનાવવા અને તેમજ તેના એડમિશન અંગેના મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. હાલ એઈમ્સ દ્વારા 50 બેઠકો માટેની એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.