રાજકોટ: હવામાન વિભાગની આગાહીને લઈને જામકંડોરણા, ધોરાજી, જેતપુર, વીરપુર, શાપર વેરાવળ અને ગોંડલ પંથકના દેરડી(કુંભાજી) અને તેમની આજુ બાજુના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજકોટ - જેતપુર નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા.
ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા. ગોંડલમાં ભારે વરસાદને લઈને માર્ગો પર પાણી ભરાયા હતા. ગોંડલ શહેરમાં 30 મિનિટમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.