રાજકોટ જિલ્લામાં એક તરફ વરસાદ પાછો ખેંચાયો હતો, ત્યારે રવિવારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, સહિત જસદણ વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. એક માસ બાદ ફરીથી વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વાવેલા પાક માટે આ વરસાદ અનુકૂળ હોવાથી તેમની માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
છેલ્લાં કેટલાક સમયથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ત્યારે આજે મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોને મોટી નુકસાની થતા અટકી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી છુટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.